Monday, January 12, 2026
Homeસમાચારરાષ્ટ્રીયઆપણા દેશના એવા સ્ટેશન જ્યાંથી ટ્રેનમાં બેસીને બીજા દેશમાં જઈ શકાય.....

આપણા દેશના એવા સ્ટેશન જ્યાંથી ટ્રેનમાં બેસીને બીજા દેશમાં જઈ શકાય…..

સામાન્ય રીતે વિદેશ જવા માટે આપણે વિમાન માર્ગ પસંદ કરતાં હોય છીએ પરંતુ શું એવું વિચાર્યુ છે કે, કયાં સ્ટેશનો એવા છે કે જ્યાંથી ટ્રેનનો આપણને વિદેશ પહોંચાડે છે…તો ચાલો જાણીએ આપણા દેશના એવા સ્ટેશનો જ્યાંથી ટ્રેનમાં બેસીને વિદેશ પહોંચી શકાય.

- Advertisement -

આપણા દેશમાંથી ઘણાં પાડોશી દેશોમાં જવા માટે વિમાન સિવાય ટ્રેન પણ જાય છે.
રાધિકાયુર સ્ટેશન : આ સ્ટેશન પશ્ચિમ બંગાળમાં આવેલું છે. જ્યાંથી ટ્રેનનો બાંગ્લાદેશ જાય છે. સામાન્ય રીતે માલ પરિવહન માટે આ સ્ટેશનનો ઉપયોગ થાય છે.

જોગબાની સ્ટેશન : આ સ્ટેશન નેપાળની ખૂબ નજીક આવેલુુ છે. જ્યાંથી તમે સીધા જ નેપાળ જઈ શકો છો. આ એક બિહારનો જિલ્લો છે. જ્યાંથી નેપાળ ખૂબ જ નજીક છે.

- Advertisement -

અટારી સ્ટેશન: પંજાબનું સૌથી પ્રખ્યાત સ્ટેશન જ્યાંથી પાકિસ્તાન જવા માટે સમજૌતા એકસપ્રેસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ 2019 માં કોઇ કારણસર આ ટ્રેનનું સંચાલન રદ્દ કરવામાં આવ્યું હતું.

સિંગાબાદ સ્ટેશન: બાંગ્લાદેશ જવા માટે અહીંથી ટ્રેન ઉપલબ્ધ છે. પશ્ચિમ બંગાળનું આ સ્ટેશન પર ટે્રન રોહનપુર થઈને બાંગ્લાદેશ પહોંચે છે.

- Advertisement -

પેટ્રોપોલ સ્ટેશન: આ સ્ટેશનથી પણ બાંગ્લાદેશ જવાય છે. સામાન્ય રીતે આયાત નિકાસ માટે તેનો ઉપયોગ થાય છે.

જયનગર સ્ટેશન: અહીંથી નેપાળ જવા માટે ટ્રેન મળી રહે છે. બિહારના આ સ્ટેશનથી સામાન્ય રીતે નેપાળ જતા લોકો આંતર ભારત – નેપાળ ટ્રેનનો ઉપયોગ કરે છે.

હલ્દિબારી સ્ટેશન : પશ્ચિમ બંગાળના આ સ્ટેશનથી બાંગ્લાદેશ માત્ર 4.5 કિલોમીટર દૂર છે. જ્યાંથી સરળતાથી બાંગ્લાદેશ પહોંચી શકાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular