જામનગર શહેર ભાજપના મહામંત્રી મેરામણભાઇ ભાટુ તથા કમલાબેનની પુત્રી ધ્વનિના શુભલગ્ન ડો. જયદેવ સાથે યોજાયા હતાં. તેમજ મેરામણભાઇ ભાટુની ભત્રીજી તથા દિનેશભાઇ અને દિવ્યાબેનની પુત્રી ઉર્વિના લગ્ન કૃપેન સાથે તેમજ સામતભાઇ અને ગૌરીબેનના પુત્ર પંકજના લગ્ન પાયલ સાથે ઉપરાંત જેઠાભાઇ અને મધુબેન ભાટુના પુત્ર પ્રશાંતના લગ્ન પ્રિયાંશી સાથે યોજાયા બાદ ગઇકાલે ભાટુ પરિવાર દ્વારા યોજાયેલ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટિલ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, જામનગરના ધારાસભ્ય અને પૂર્વમંત્રી આર.સી. ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા સહિતના અગ્રણીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં અને નવદંપતિઓને આશિર્વાદ પાઠવ્યા હતાં.