જામનગર શહેરમાં એસ.ટી. બસની આગળ ઉભેલી ગાડીને પાછળથી હોર્ન મારતા કારમાંથી આવી બે શખસોએ બસચાલક સાથે બોલાચાલી કરી માર માર્યાની અને ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત મુજબ, સુરેન્દ્રનગરના મુળી તાલુકાના મોરીપા હનુમાનજીના મંદિરમાં બાજુમાં રહેતાં હરદેવસિંહ ઘનશ્યામસિંહ મોરી નામના એસટી બસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હોય. ગત તા.17 ના રોજ જીજે-18-ઝેડ-4056 નંબરની એસ.ટી. બસ એસટી ડેપો સામે આવેલ એચપીના પેટ્રોલ પંપની પાસે રોડ ઉપર રાખી ઉભા હોય ત્યારે જીજે-10-ડીઆર-8686 નંબરની મહિન્દ્રા થાર બસની આગળ ઉભી રાખી હોય. તેને હોર્ન મારતા ફોરવ્હીલર ચાલક મોટરકારમાંથી નીચે ઉતરી ફરિયાદી પાસે આવી કહેલ કે, શું કયારનો હોર્ન મારશ ? તેમ કહી બોલાચાલી કરી હતી. અને અન્ય એક શખ્સ આવીને ફરિયાદી બસ ડ્રાઈવરને મારકૂટ કરી હતી. આથી એસટી બસ ડ્રાઈવર દ્વરારા આ અંગે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.