જામનગર તાલુકાના ચેલામાં આવેલા એસઆરપી ગ્રુપ 17 માં ફરજ બજાવતા જવાનને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય જેથી તેની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપી મારકૂટ કરી રહેણાંક મકાનમાંથી કાઢી મૂકી પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધી પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ચેલા સ્થિત એસઆરપી ગ્રુપ 17 માં ફરજ બજાવતા વિજય રણછોડભાઈ કુમરખાણિયા એ તેની પત્ની અંજુબેનને લગ્નજીવનના છેલ્લાં ત્રણ વર્ષથી અવાર-નવાર શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. વિજયને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની તેની પત્નીને જાણ થઈ જતાં અવાર-નવાર ઝઘડો કરી મારકૂટ કરતો હતો તેમજ અપશબ્દો બોલી રહેણાંક કવાર્ટરમાંથી કાઢી મૂકવાની અને મારી નાખવાની ધમકી આપતો હતો. એસઆરપી જવાન પતિ દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને અંજુબેને આ અંગે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ એમ.એ.મોરી તથા સ્ટાફે એસઆરપી જવાન વિજય સામે શારીરિક માનસિક ત્રાસ, મારકૂટ અને ધમકી આપ્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.