Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરએસપીનો પેઇન્ટિંગ પ્રેમ, પૂર્યા રંગ...

એસપીનો પેઇન્ટિંગ પ્રેમ, પૂર્યા રંગ…

જામનગરમાં ચિત્રનગરી અભિયાન અંતર્ગત પોલીસ હેડકવાટર્સના જીમના પ્રાગંણની દિવાલો પર ચિત્ર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કમ્પાઉન્ડની દિવાલો પર જુદા-જુદા કલાકારોએ સ્પોર્ટસને પ્રોત્સાહન આપતાં ચિત્રો દોરીને જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ પણ રવિવારે આ ચિત્રનગરીની મુલાકાત લીધી હતી. આ તકે તેમનો પણ પેઇન્ટિંગ પ્રેમ છલકી ઉઠયો હતો અને તેમણે હાથમાં કાયદાના દંડાને બદલે પીંછી લઇને ચિત્રોમાં રંગો પૂર્યા હતા. ચિત્રકલા પર હાથ અજમાવીને તેમણે કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular