જામનગર રણમલ તળાવમાં આવેલા સીટી મ્યુઝીયમની અંદર પક્ષીઘરમાં આવેલા પક્ષીઓને ઉનાળામાં ગરમીથી રાહત આપવા મહાનગર પાલિકાની ટીમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. સાથે જ પક્ષીઓના ખોરાક બાબતે કાળજી લેવામાં આવે છે.

જામનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ વધ્યુ છે. . ખાસ કરીને વહેલી બપોરથી અને મોડી સાંજે ગરમીનુ પ્રમાણ વધુ જોવા મળે છે. ત્યારે શહેરની મધ્યમાં આવેલા રણમલ તળાવમાં પક્ષીઘરમાં રહેલા પક્ષીઓને ગરમીમાં થોડી રાહત આપવા માટે મહાનગર પાલિકાની ટીમ દ્રારા વિવિધ કામગીરી કરવામાં આવે છે. જેમાં પક્ષીઓના પાંજરા પર પાણીનો છંટકાવ કરવામાં આવે છે. દિવસમાં આશરે ત્રણ વખત પાંજરામાં પાણીનો છટકાવ કરવામાં આવે છે. તેમજ પક્ષીઓ પર પાણીનો છાટીને તેમને ગરમીથી રાહત આપવાનો પ્રયાસો થાય છે.
જામનગર શહેરમાં રણમલ તળાવમાં સીટી મ્યુઝિયમ પાસે પક્ષીઘર બનાવવામાં આવેલ છે. જેમાં દેશ-વિદેશના અંદાજે 681 જેટલા પક્ષીઓ વરસાટ કરે છે. જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય છે. પક્ષીઘરમાં કેસ્ટેડ બજરીગર-22, લવબર્ડ-181, બજરીગર- 261, રામતેતર-1, ગુંજ-54, ડાયમંડ ડવ-58, ટર્કી-6, કોકાટીલ-29, આફ્રીકન કુસુકો-2, ઈમુ-1, કગુર-8, સહીતના વિવિધ પક્ષી વસવાટ કરે છે. પક્ષીઓને નિયમિત દેખરેખ મહાનગર પાલિકાની ટીમ દ્રારા રાખવામાં આવે છે. તેમને નિયમિત ખોરાક અને તેમજ આરોગયની સેવા ટીમ દ્રારા આપવામાં આવે છે. સાથે ઋતુ અનુરૂપ પક્ષીઓની કાળજી લેવામાં આવે છે. હાલમાં ઉનાળામાં ગરમીથી રાહત આપવા તો શિયાળાની ઋતુમાં પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવાના હેતુથી રણમલ તળાવમાં આવેલી મ્યુઝિયમમાં કાર્યરત ટીમ દ્રારા પક્ષીઓના પાંજરાને ખાસ પદડાથી ઢાકીને રાખે છે.
પક્ષીઘરમાં પક્ષીઓની કાળજી વાતાવરણ મુજબ લેવામાં આવે છે. ઉનાળાના ગરમીના દિવસોમાં પક્ષીઓને ઠંડક આપવા માટે સમયાત્તરે પાણીનો છંટકાવ કરીને ઠંડક આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. પક્ષીઘરમાં દિવસભરમાં વિવિધ પ્રકારના વિવિધ રંગ, આકારના પક્ષીઓના કલરવને માણવા મોટી સંખ્યામાં પક્ષીપ્રેમીઓ આવતા હોય છે.