દેશમાં લોકો આકરા ઉનાળા બાદ ભરપુર વરસાદની અપેક્ષા રાખતા હતા. કોવિડ બાદ હવે જયારે દેશ અર્થતંત્ર અત્યંત ફુગાવાની સ્થિતિમાંથી બહાર નીકળશે તેવી અપેક્ષા હતી પણ ચોમાસા અંગે ફકત એક જ સપ્તાહમાં ત્રણ આગાહીએ ચોમાસાને એક ચિંતા તરીકે રજૂ કરી દીધી છે.
પહેલા ખાનગી હવામાન એજન્સી- સ્કાયમેટ દ્વારા ચોમાસુ ‘નબળુ’ રહેવાનો અને ખાસ કરીને ઓગષ્ટ બાદ અલ-નીનોનો પ્રભાવ હશે તેવી આગાહી કરવામાં આવી ભારતીય હવામાન વિભાગ અને મને અર્થસાયન્સ મંત્રાલયે બીજા જ દિવસે ચોમાસું સામાન્ય રહેશે અને વરસાદની સરેરાશ 96%ની આસપાસ હશે તેવી આગાહી કરીને ચિંતા ઘટાડવાનો પ્રયાસ તો કર્યો પરંતુ સાથોસાથ સ્વીકાર્યુ કે ચોમાસાના મધ્યમાં અલનીનોનો પ્રભાવ જોવા મળી શકે પણ ત્યાં જ અમેરિકી હવામાન એજન્સી દ્વારા ચોમાસાના મધ્યમાં નહી પણ જૂનથી જ અલનીનોનો પ્રભાવ જોવા મળશે તેવી આગાહી કરીને પછી ભારતના ચોમાસાની ચિંતા વધારી દીધી છે.
મે માસના અંતથીજ અલનીનોનો પ્રભાવ જોવા મળશે અને તેથી હવે ચોમાસા અંગેની મે માસના પ્રારંભમાં હવામાન વિભાગની આગાહી કે મે માસના અંતે અલનીનોની સ્થિતિના મુદે ચિત્ર સ્પષ્ટ થાય નહી ત્યાં સુધી સેન્ટીમેન્ટ ખરાબ રહેશે તેવો ભય છે. અમેરિકી હવામાન એજન્સીની આગાહીને વિશ્વની હવામાન એજન્સીઓ ફોલો કરે છે અને અમેરિકી એજન્સીએ પહેલા જ જુલાઈ-સપ્ટેમ્બર વચ્ચે અલનીનોના પ્રભાવથી ચિંતા દર્શાવી હતી.
પ્રશાંત મહાસાગરની મૌસમી ઘટનામાં ભારતના ચોમાસા પર અસર કરે છે તે નિશ્ચિત બાબત છે અને તેથી જો અલનીનો વધુ પ્રભાવશાળી રહે તો ભારતનો ચોમાસાની ચિંતા સાચી પડે તો આગામી વર્ષે કઠીન સાબીત થઈ શકે છે. જો અગાઉના રેકોર્ડ પર જઈએ તો જયારે જયારે લા-નીનોની અસર એટલે કે ભારતીય ચોમાસુ ભરપુર રહે તેવી સ્થિતિ બની છે તો તેની પાછળ અલ-નીનો આવે જ છે.
છેલ્લા બે ચોમાસા પર લા-નીનોની અસર રહી હતી તેથી હવે અલ-નીનો માટે તૈયાર રહેવું જોઈએ તેવું નિષ્ણાંતોનું માનવું છે અને ચોમાસુ ફકત સામાન્ય-ઓછું કે ભરપુર એમ રહેવાની સ્થિતિની ચર્ચા કરતા પણ તેની આફટર ઈફેકટ પર પણ નજર કરવી જોઈએ. કારણ કે નેઋત્યનું ચોમાસું તે ભારતના 70 ટકા કૃષિ ક્ષેત્ર પર અસર કરે છે. ખરીફ પાક અને તે બાદ રવિપાક બન્ને પ્રભાવિત થાય છે. ખાદ્ય જ નહી હવે સમગ્ર માંગ પર અસર થાય છે જેથી ઉત્પાદન સહિતના ક્ષેત્રો પર તેનો પ્રભાવ પડે છે.