Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપ્રધાનમંત્રીની સભાને કારણે કેટલાંક માર્ગો બંધ રહેશે

પ્રધાનમંત્રીની સભાને કારણે કેટલાંક માર્ગો બંધ રહેશે

તંત્રએ જાહેરનામુ પ્રસિધ્ધ કરી વૈકલ્પિક માર્ગો સૂચવ્યા

- Advertisement -

આવતીકાલે ગુરુવારે જામનગરમાં યોજાનારી પ્રધાનંત્રી મોદીની જાહેરસભાને અનુસંધાને શહેરના કેટલાંક માર્ગો પર વાહન વ્યવહાર બપોરે 12 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી બંધ કરવામાં આવ્યા છે. જે અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

- Advertisement -

પ્રધાનમંત્રી મોદીની જાહેરસભા શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજવામાં આવી છે. ત્યારે પ્રદર્શન ગ્રાઉન્ડ પાસેથી પસાર થતો માર્ગ તેમજ તે માર્ગને જોડતાં અન્ય કેટલાંક માર્ગો સલામતિના કારણોસર વાહન વ્યવહાર માટે બંધ રહેશે. આ માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે. ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધીનો માર્ગ બંધ રહેશે. જેના વૈકલ્પિક રૂટ તરીકે બસ સ્ટેન્ડ તરફનો રોડ તથા ટાઉનહોલથી ત્રણબત્તી-અંબર સર્કલ સુધીના રસ્તાનો ઉપયોગ કરી શકાશે. તેવી જ રીતે ગુરુદ્વારા સર્કલથી તુલસી હોટલ અને લાલબંગલા સર્કલ અને વિનુ માકડના સ્ટેચ્યુથી તુલસી હોટલ સુધી, લીમડાલાઇન ત્રણબત્તી સુધીનો માર્ગ પણ બંધ રહેશે.

સમર્પણ સર્કલથી દિગ્જામ સર્કલ, સંતોષી માતાજીનુ મંદિર, સાત રસ્તા સર્કલ સુધીનો રસ્તો પણ બંધ રહેશે. સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ, એરફોર્સ ગેઇટ સુધીનો રસ્તો બંધ રહેશે. આ બંધ કરવામાં આવેલા માર્ગોના વિકલ્પમાં ગુરુદ્વારા સર્કલથી અંબર ચોકડી અને ઝુલેલાલ મંદિરથી બેડીગેઇટ તરફનો રસ્તો તળાવના પાછળના ભાગનો રોડ, સમર્પણ સર્કલથી આવતા વાહનો માટે ખંભાળિયા બાયપાસ, પવનચક્કી તરફનો રોડ, પંચવટી સર્કલથી સંતોષી માતાજીના મંદિર તરફ આવતાં વાહનો માટે સત્યમ હોટલથી સત્યસાઇ સ્કૂલ, જોગસ પાર્કવાળા રસ્તાનો ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામુ બપોરે 12 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી અમલમાં રહેશે. જેમાં એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર જેવા ઇમરજન્સી વાહનોને મુક્તિ આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular