દ્વારકામાં થોડા સમય પૂર્વે અણીયારી ગામેથી ઘેટા ચોરી અંગેનો બનાવ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો. આ પ્રકરણ દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી તથા હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત ચોરી પ્રકરણમાં અણીયારી ગામના વેરશી હઠિયાભા માણેકને દ્વારકામાં કાનદાસ બાપુના આશ્રમ પાસેથી ઝડપી લઇ, તેનો કબજો દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખિયાના માર્ગદર્શન હેઠળ અશોકભાઈ સવાણી, સુરેશભાઇ વાનરિયા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.