મોદી સરકારે ટવીટરના મેનેજમેન્ટને સ્પષ્ટ કહ્યું છે કે જો ભારતમાં ધંધો કરવો હોય તો ભારતનું બંધારણ યોગ્ય રીતે વાંચી જાવ. વ્યાજબી નિયંત્રણો સાથે વિચારોની અભિવ્યકિત કરવાની છૂટ આપી છે.
મોદી સરકારે ટવીટરને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે, જે વાંધાજનક ટવીટર એકાઉન્ટોની લીસ્ટ તમને સોંપી છે, તેને સેન્સર કરવી જ પડશે. જો આવું નહિ કરો તો તેવી સ્થિતિમાં ભારતમાં રહેલા ટ્વીટરના વરિષ્ઠ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી શકે છે.
સરકારે કહ્યું છે કે, ખેડૂતોના નરસંહારવાળી હૈશ-ટેગ્સ સહિતના ભડકાઉ ક્ધટેન્ટવાળા એકાઉન્ટ અંગે કોઇ વાતચીત કે બાંધછોડ નહિ થાય. ગઇ મોડી સાંજે ટ્વિટરના ટોપના મેનેજમેન્ટની ભલામણ પર આઇટી સચિવે તેની સાથે વર્ચ્યુઅલી મુલાકાત કરી. સૂત્રોના કહેવા પ્રમાણે ટ્વિટરને કહેવામાં આવ્યું કે, ભારતના કાયદાનું પાલન કરવું જ પડશે.
ટ્વિટર હેન્ડલ પર ફાર્મર્સ જેનોસાઇડ હેશટેગ સાથે જોડાયેલ બધી યૂઆરએલને બ્લોક કરવામાં આનાકાની પર સરકાર ટ્વિટર વિરુદ્ઘ કડક કાર્યવાહી કરી શકે છે. સરકારનું કહેવું છે કે ટ્વિટર સરકારના નિર્દેશનું પાલન પૂરી રીતે કરી રહ્યું નથી, જેને સ્વીકારી લેવાય નહીં. ટ્વિટરને માહિતી ટેકનોલોજી એકટ (આઇટી એકટ) હેઠળ રચાયેલી કમિટી તરફથી નિર્દેશ આપવામાં આવ્યા હતા કે જેનું પાલન 48 કલાકમાં થઈ જવું જોઈએ.