Saturday, September 14, 2024
Homeરાષ્ટ્રીયતો હવે પુડ્ડુચેરીમાં લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન

તો હવે પુડ્ડુચેરીમાં લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન

બહુમતી સાબિત ન કરી શકતા કોંગ્રેસની સરકાર ભાંગી પડી હતી

- Advertisement -

પુડુચેરીમાં છેલ્લા ઘણા દિવસોથી રાજકીય સંકટ ચાલી રહ્યું છે. બુધવારે પુડુચેરીમાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું છે. કોંગ્રેસની સરકાર પડ્યા પછી કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રપતિ શાસન લાદવાના નિર્ણયને મંજૂરી આપી હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં, કોંગ્રેસની નારાયણસામી સરકારબહુમતી સાબિત ન કરી શકવાના કારણે પડી ભાંગી હતી.

- Advertisement -

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે વિધાનસભામાં વિશ્વાસ ગુમાવ્યાના એક દિવસ પછી પુડ્ડુચેરીના મુખ્ય પ્રધાન વી નારાયણસામી અને તેમના પ્રધાનોના રાજીનામાને સ્વીકાર્યું છે. પુડુચેરી વિધાનસભામાં કોંગેસ પોતાની બહુમતી સાબિત ન કરી શકી હોવાના લીધે મુખ્યમંત્રીએ પોતાનું રાજીનામું ઉપરાજ્ય પાલને સોંપી દીધું હતું. કોંગ્રેસની વિદાય બાદ વિપક્ષે પોતાની સરકારનો દાવો બનવવાની રજૂઆત કરી ન હતી. જેના લીધે ઉપરાજ્યપાલે રાષ્ટ્રપતિ સાશન લાગુ કરવાની ઘોષણા કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે જારી કરેલા એક જાહેરનામાંમાં જણાવ્યું છે કે રાષ્ટ્રપતિએ 22 ફેબ્રુઆરીથી પુડુચેરીના મુખ્યમંત્રીનું રાજીનામું સ્વીકારી લીધું છે.

પુડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે મુખ્યમંત્રી અને તેમના પ્રધાનમંડળએ રાજીનામું આપ્યું. આ પછી કોઈ પાર્ટીએ સરકાર બનાવવાનો દાવો કર્યો ન હતો. તેણે તેના લેફ્ટનન્ટ રાજ્યપાલને 14મી વિધાનસભા સ્થગિત કરવાની ભલામણ કરી. તેમની મંજૂરી બાદ વિધાનસભાનો ભંગ થયો હતો.

- Advertisement -

પુડ્ડુચેરીમાં કોંગ્રેસની સરકાર પાસે 11 ધારાસભ્યોનું સમર્થન છે જયારે બહુમતી માટે14 ધારાસભ્યોની જરૂર હોવાથી કોંગ્રેસ પાસે બહુમત ન હોવાથી તેની સરકાર પડી ભાંગી છે.

કોંગ્રેસ પાસે 9 ધારાસભ્યો સિવાય 2 DMK અને એક નિર્દલીય ધારાસભ્યનું સમર્થન હતું. 33 સભ્યોની પુડ્ડુચેરી વિધાનસભામાં  30 સભ્યો ચૂંટાયેલા છે. અને 3 સભ્યોને કેન્દ્ર સરકાર તરફથી રાખવામાં આવે છે. 2016માં અહીં કોંગ્રેસે 15 સીટો જીતી હતી.  જે પૈકી 1 ધારાસભ્ય એન. ધનવેલુને પાર્ટીવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાને કારણે અયોગ્ય જાહેર કરી દેવાયા છે. અને 5 રાજીનામાં આપી દીધા છે. જયારે કોંગ્રેસના 9 ધારાસભ્યો સિવાય 2 DMK અને એક નિર્દલીય ધારાસભ્યનું સમર્થન હતું. ફ્લોર ટેસ્ટ પહેલા મુખ્યમંત્રી દાવો કરી રહ્યા હતા કે તેઓ પાસે બહુમત છે. પુડ્ડુચેરીમાં થોડા સમય પહેલા જ રાહુલ ગાંધી ગયા હતા. બીજેપીના નેતાઓ રાહુલ ગાંધીને નિશાન બનાવી રહ્યા છે અને અમિત માલવિયએ કહ્યું કે રાહુલ ગાંધી પુડ્ડુચેરી ગયા અને તેમની સરકાર પડી ભાંગી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular