ચીને પ્રથમ વખત સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે લદ્દાખની ગાલવાન ખીણમાં એલએસી ઉપર ભારતીય સૈન્ય સાથેઅથડામણમાં ચીનના 5 જવાનો માર્યા ગયા હતા. ગલવાનમાં ગત વર્ષે 15-16 જૂનની રાતે બન્ને દેશોના સૈનિકોમાં અથડામણ થઈ હતી, જેમાં ભારતના કર્નલ સંતોષ બાબુ સહિત 20 જવાન શહીદ થયા હતા. ગાલવાન ખાતેની અથડામણમાં પોતાના સૈનિકો પણ માર્યા ગયા હોવાનું સ્વીકાર્યું છે.
ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) એ શુક્રવારે પહેલીવાર સત્તાવાર રીતે સ્વીકાર્યું કે તેના 5 સૈનિકો ગત વર્ષે પૂર્વી લદ્દાખની ગાલવાન ખીણમાં ભારતની સેના સાથેની અથડામણમાં મૃત્યુ પામ્યા છે. પીએલએ આ કબૂલાત 8 મહિનામાં એ સમયે કરી છે જ્યારે બંને દેશો પેંગોંગ તળાવની ઉત્તર અને દક્ષિણ કાંઠેથી તેમના સૈનિકોને દૂર કરી રહ્યા છે. ચીને આ અધિકારીઓ અને સૈનિકોનાં મોતની વાત કબૂલી છે. અત્યારસુધી તે ગલવાનમાં ઘાયલ થયેલા અને મૃતકોની સંખ્યા છુપાવી રહ્યું હતું. બન્ને દેશો વચ્ચે લગભગ 45 વર્ષમાં આ સૌથી મોટી અથડામણ હતી. પહેલાં માનવામાં આવી રહ્યું હતું કે આમા ચીની સેનાના 40થી વધુ સૈનિક માર્યા ગયા હતા. ચીની મીડિયાના જણાવ્યા અનુસાર, પ્રથમ વખત ચીને ગાલવણ ખીણમાં તેમના નામ અને વિસ્તરણ સાથે શહીદ થયેલા 5 સૈનિકોની વાત કહી છે, જેમણે 15 જૂને ગાલવાન ખીણમાં ભારતીય સૈન્ય સાથેની અથડામણમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.