Wednesday, November 19, 2025
Homeસમાચારરાષ્ટ્રીયબાબા રામદેવે કોરોનાની દવા કરી લોન્ચ

બાબા રામદેવે કોરોનાની દવા કરી લોન્ચ

યોગગુરુ બાબા રામદેવે ફરી કોરોનાની દવા લોન્ચ કરી છે. આ દવાનું નામ કોરોનીલ ટેબલેટ રાખવામાં આવ્યું છે. કોરનાની આ નવી દવાના લોન્ચિગ સમયે કેન્દ્રિય સ્વાસ્થ્યમંત્રી તથા નીતિન ગડકરી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ પણ રામદેવે કોરોનાની દવા લોન્ચ કરી હતી. અને 3 દિવસમાં 70% લોકો સાજા થઇ ગયા હોવાનો દાવો કર્યો હતો. ત્યારે આજે ફરી વખત તેઓએ ટેબલેટ લોન્ચ કરી છે.

- Advertisement -

આ અગાઉ પણ બાબા રામદેવે કોરોનાની સૌ પ્રથમ દવા કોરોનીલ લોન્ચ કરી હતી. જેના પણ ઘણા સવાલો ઉભા થયા હતા. તે બાદ આજે ફરી વખત તે જ નામથી બીજી દવા લોન્ચ કરવામાં આવી છે. દિલ્હી ખાતે કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં બાબા રામદેવે નવી દવાની જાહેરાત કરી હતી. તેમના આ કાર્યક્રમમાં સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી ઉપસ્થિત રહ્યા હતા.  આયુષ મંત્રાલયે કોરોનિલ ટેબ્લેટને સહાયક દવા તરીકે સ્વીકારી લીધી હોવાનો તેઓએ દાવો કર્યો છે. બાબા રામદેવે CoPP – WHO GMPના પ્રોટોકોલ અને સર્ટિફિકેશન સિસ્ટમ પ્રમાણે કોરોનિલ ટેબ્લેટને સહાયક દવા ઘોષિત કરી છે.પતંજલિની કોરોનિલ ટેબ્લેટ વડે કોવિડની સારવાર કરી શકાશે અને ભારત સમગ્ર વિશ્વને લીડ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular