Friday, November 22, 2024
Homeરાષ્ટ્રીયહિમાચલમાં બરફ, તામિલનાડુમાં પાણી વરસ્યું

હિમાચલમાં બરફ, તામિલનાડુમાં પાણી વરસ્યું

- Advertisement -

દેશમાં હવે આગામી દિવસોમાં શિયાળાનું આગમન શરૂ થશે. હિમાલયન ક્ષેત્રોમાં આગામી છ દિવસમાં હિમવર્ષા સાથે વરસાદની શકયતા છે અને હાલ સીમલા સહિતના હિમાચલના પહાડી ક્ષેત્રમાં હળવી હિમવર્ષા થઈ રહી છે જે તબકકાવાર આગળ વધશે તથા તેના કારણે ઉતર ભારત સહિત દેશના દક્ષિણ સિવાયના રાજયો ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જો કે આ સાથે એક તરફ વેસ્ટર્ન ડિસ્ટબન્સની પણ અસરના કારણે ગુજરાત સહિત કેન્દ્રના અનેક ભાગોમાં છુટાછવાયા વરસાદની પણ શકયતા છે. જે ઠંડીનું પ્રમાણ પણ વધારશે. આવતીકાલથી જ વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર જોવા મળશે.જો કે બીજી તરફ દેશના દક્ષિણ ક્ષેત્રમાં ખાસ કરીને કેરળ, તામિલનાડુ અને પુંડુચેરી સહિતના ક્ષેત્રમાં ભારે વરસાદના કારણે જનજીવન પર અસર થઈ છે અને તામિલનાડુમાં શાળાઓમાં રજા જાહેર કરવાની ફરજ પડી છે. તામિલનાડુ અને કેરળના અનેક જીલ્લાઓમાં ભારે વરસાદથી પુરની સ્થિતિનું નિર્માણ થયુ છે. તામિલનાડુ, પુંડુચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular