Friday, July 10, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં સેનેટરીની દુકાનમાંથી રોકડ ચોરી કરનાર તસ્કર ઝડપાયો

જામનગરમાં સેનેટરીની દુકાનમાંથી રોકડ ચોરી કરનાર તસ્કર ઝડપાયો

જામનગર શહેરમાં ધણશેરીની ખાડમાં આવેલી સેનેટરીની દુકાનમાંથી થયેલી રોકડ ચોરીના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ સીસીટીવી ફૂટેજના આધારે ચોરાઉ રોકડ સહિત તસ્કરને દબોચી લઇ આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરના ધણ શેરીની ખાડ વિસ્તારમાં મીઠાની મીલ સામે આવેલી બાબજી સિરામિક એન્ડ સેનેટરી નામની દુકાનમાં ગત્ તા. 06ના રોજ અજાણ્યા શખ્સે પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલી રૂા. 24 હજારની રોકડ રકમ ચોરી કરી ગયાના બનાવ અંગેની ફરિયાદના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી ડીવાયએસપી જે. એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એન. એમ. ગઢવી, પીએસઆઇ ડી. જી. રાજ, એએસઆઇ રાજેશભાઇ વેગડ, મુકેશસિંહ રાણા, હે.કો. દશરથસિંહ પરમાર, ક્રિપાલસિંહ સોઢા, સંજયભાઇ પરમાર, જયપાલસિંહ જાડેજા, પો.કો. અજયસિંહ ઝાલા, જયદીપસિંહ જાડેજા, કલ્પેશભાઇ અઘારા, સાજિદભાઇ બેલીમ, ધર્મેન્દ્રસિંહ વાઢેર, પ્રહલાદસિંહ જાડેજા, રવિકાંતભાઇ રાઠોડ, કપિલભાઇ ગુજરિયા સહિતના સ્ટાફએ તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમ્યાન સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ મેળવી પગેરૂ દબાવતાં પ્રહલાદસિંહ જાડેજા, પો.કો. નિલેશભાઇ ઠાકરિયા અને હે.કો. ભયપાલસિંહને મળેલી બાતમીના આધારે પોલીસે ગીતા લોજ પાછળના ટોળ પર સફેદ કલરનો આખી બાયનો શર્ટ અને કોફી કલરના પેન્ટ પહેરેલા શખ્સ રાજ લલુભાઇ કોળી (ઉ.વ.19, રહે. દિગ્જામ સર્કલ પાસે, બાવરીવાસ, જામનગર) નામના શખ્સની તલાશી લેતાં તેની પાસેથી રૂા. 9 હજારની રોકડ મળી આવતાં પૂછપરછ હાથ ધરતાં બાબજી સેનેટરી નામની દુકાનના વેન્ટીલેશનમાંથી પ્રવેશ કરી ટેબલના ખાનામાંથી રૂા. 24 હજારની રોકડ ચોરી કરી હોવાની કેફિયત આપતા પોલીસે રાજની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular