Monday, December 23, 2024
HomeUncategorizedલાલપુર ખેતરમાંથી જૂગાર રમતા છ શખ્સો ઝડપાયા

લાલપુર ખેતરમાંથી જૂગાર રમતા છ શખ્સો ઝડપાયા

રૂા.77,800 ની રોકડ રકમ, મોબાઇલ અને બાઈક સહિત રૂા.1.91 લાખનો મુદ્દામાલ કબ્જે : મુંગણીમાંથી જૂગાર રમતા બે મહિલા સહિત ત્રણ શખ્સ ઝડપાયા

- Advertisement -

લાલપુર નજીક રાંધણવા નદીના કાંઠે આવેલા ખેતરમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડતા હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન છ શખ્સોને રૂા.77,800 ની રોકડ, છ મોબાઇલ અને બે બાઈક સહિત કુલ રૂા.1,91,800 ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગર તાલુકાના મુંગણી ગામમાં જાહેરમાં જૂગાર રમતા બે મહિલા સહિત ત્રણ શખ્સોને રૂા.2270 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો લાલપુર નજીક આવેલી રાંધણવા નદીના કાંઠે હિરેન ચંદુ દેસાઈ નામનો શખ્સ તેની સંયુકત માલિકીના ખેતરમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા રેઈડ દરમિયાન હિરેન ચંદુ દેસાઈ, હિતેશ જિતેન્દ્ર પરમાર, રમેશ પાંચા અજુડિયા, અમિત કાંતિલાલ ભેંસદડિયા, ભોજા જેસા બગડા, અરવિંદ શ્યામજી ભારોડિયા નામના છ શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.77,800 ની રોકડ રકમ અને રૂા.79 હજારના છ નંગ મોબાઇલ અને રૂા.35 હજારની કિંમતની બે બાઇક મળી કુલ રૂા.1,91,800 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર તાલુકાના મુંગણી ગામમાં ભરવાડ પાડા પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સ્થળે સીક્કા પોલીસે રેઈડ દરમિયાન યોગીરાજસિંહ દિપકસિંહ જાડેજા અને બે મહિલા સહિત ત્રણ શખ્સોને રૂા.2270 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular