Saturday, December 6, 2025
Homeરાજ્યખંભાળિયાના ગોઈંજ ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

ખંભાળિયાના ગોઈંજ ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

 ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલીંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે નજીકના ગોઈંજ ગામ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાના વડે તીનપતી નામનો જુગાર રમી રહેલા હરખચંદ નરસીભાઈ મારૂ, હિતેશ ધનજીભાઈ વોરા, પેથા લખમણભાઈ મશુરા, બટુકભાઈ તેજાભાઈ સવાણી, જેન્તીભાઈ નરસીભાઇ કરણીયા અને રણમલ ઘેલાભાઈ જાપડા નામના છ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આ શખસો પાસેથી પોલીસે કુલ રૂપિયા 14,130 રોકડા તથા રૂપિયા 3,800 ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 17,930 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular