ભાવાભી ખીજડિયા નજીકથી કાલાવડ ગ્રામ્ય પોલીસે છ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.21,200 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

દરોડાની વિગત મુજબ, ભાવાભી ખીજડિયા ગામના પાટીયાથી આગળ આવેલ આશ્રમ પાછળ સરકારી ખરાબાની જગ્યામાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે રેઈડ દરમિયાન ઈમ્તિયાઝ શેરમામદ બ્લોચ, રાજેશ સામજી રંગપરા, ભીમજી વલ્લભ કોડિયા, જીતેન્દ્ર મુળજી પટેલ, ધર્મેશ ભીમજી રાખોલીયા, પંકજ મનસુખ કાછડિયા સહિત છ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.21200 ની રોકડ રકમ તથા ગંજીપના સહિતનો મુદ્દામાલ કબ્જે કરી જૂગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.