Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરઢોર મુદ્દે : કમિશનર-એસ.પી.ના એકશન પછી જામનગરના માર્ગો પરની સ્થિતિ

ઢોર મુદ્દે : કમિશનર-એસ.પી.ના એકશન પછી જામનગરના માર્ગો પરની સ્થિતિ

ચેતવણી આપવાથી સમસ્યા નહીં ઉકેલાય : કાયમી નિરાકરણ માટે શહેરથી દૂર જગ્યા ફાળવવી એકમાત્ર વિકલ્પ : બન્ને અધિકારીઓની ચેતવણી પછી રામેશ્વરનગર અને પી.એન. માર્ગ પર અબોલ પશુઓનો જમાવડો

- Advertisement -

જામનગર શહેરમાં વર્ષોથી વકરેલી અબોલ પશુની સમસ્યાના નિરાકરણ માટે બુધવારે મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસવડાએ સંયુકત કામગીરી અંતર્ગત રૂબરૂ જઈ પશુપાલકોને ચેતવણી આપી હતી. આ ચેતવણીના થોડા સમય પછી શહેરના રાજમાર્ગો પર પરિસ્થિતિ વધુ બદતર બની ગઈ હતી.

- Advertisement -

જામનગર શહેરમાં ઘણાં સમયથી મુખ્ય માર્ગો પર અબોલ પશુઓનો ત્રાસ વધી રહ્યો છે અને શેરી-ગલ્લીઓમાં પણ પશુ દ્વારા થતા હુમલાઓ અને અકસ્માતના કારણે લોકોના ભોગ લેવાઈ છે. ગંભીર રીતે વકરેલી આ સમસ્યાના નિરાકરણ માટે તંત્ર ઘણાં સમયથી કામગીરી કરે છે. આ કામગીરીમાં મહાનગરપાલિકા દ્વારા રોજમદારો રાખવામાં આવ્યા છે જે માર્ગો પરથી પશુઓને ભગાડીને શેરી ગલ્લીઓમાં ધકેલી દે છે તેના કારણે શેરી-ગલ્લીઓમાં અબોલ પશુઓનો અડીંગો જામેલો રહે છે. વકરેલી આ સમસ્યાના નિરાકરણ માટે બુધવારે બપોર પછી મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી અને પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા મહાનગરપાલિકાનો અને પોલીસ સ્ટાફ પંચેશ્વરટાવર, વંડાફળી, ભરવાડ પા સહિતના વિસ્તારોમાં રૂબરૂ જઈ પશુપાલકોને ચેતવણી આપીને તેમના પશુઓને શહેરના રાજમાર્ગો પરથી હટાવી લેવા જણાવ્યું હતું.

બન્ને ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરાયેલી કાર્યવાહીનાં થોડાક સમય બાદ જ શહેરના રાજમાર્ગો પર પહેલાં કરતાં પણ પરિસ્થિતિ વધુ ગંભીર બનેલી જોવા મળી હતી. જેમાં જી. જી. હોસ્પિટલથી બેડેશ્વર સુધીના મુખ્ય એવા પી.એન. માર્ગ પર ઠેક-ઠેકાણે અબોલ પશુઓનો અડીંગો જોવા મળ્યો હતો. આ સમસ્યાનો એક-બે દિવસ કે સપ્તાહમાં ઉકેલ નહીં આવે કે નોટિસો કે ચેતવણી આપવાથી પૂરી થઈ જાય. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે પશુપાલકોને શહેરથી દૂર અલગ જગ્યા ફાળવવા સિવાય બીજો વિકલ્પ નથી. અથવા તો કોઇપણ પશુપાલકનું પશુ પકડાય તો દંડની રકમ દર વખતે બમણી કરવી પડે જેથી પશુપાલક તેના પશુઓને શહેરમાં રખડતા નહીં મૂકે અન્યથા આ પરિસ્થિતિ વર્ષો સુધી યથાવત જ રહેશે અને દિવસને દિવસે વધારો થતો જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular