Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરકમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા વિવિધ પ્રકલ્પોની સાઇટ વિઝિટ

કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા વિવિધ પ્રકલ્પોની સાઇટ વિઝિટ

આવાસ યોજના-ઢોરવાડા-સેલ્ટરહોમ સહિતના સ્થળોની મુલાકાત લઇ જરૂરી સૂચનો અપાયા

જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા આવાસ યોજનામાં ચાલતા બાંધકામ, ઢોરવાડા, સેલ્ટર હોમ સહિતના વિવિધ સ્થળોની સાઇટ વિઝિટ કરવામાં આવી હતી અને લગત અધિકારીઓને જરુરી સૂચનાઓ આપવામાં આવી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીએ ગઇકાલ તા. 22ના રોજ વિવિધ પ્રકલ્પોની સાઇટ વિઝિટ કરી હતી. જેમાં ગોલ્ડન સીટી પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતની ઇડબલ્યુએસ-2 544 આવાસ યોજનાના ચાલી રહેલ બાંધકામની મુલાકાત લીધી હતી અને આ બાંધકામ સમય મર્યાદામાં ટેન્ડરની શરતો મુજબની ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે રીતે આયોજન કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત સોનલનગર વિસ્તારમાં આવેલ ઢોરવાડાની મુલાકાત લઇ લગત તબીબી સેવાના સ્ટાફને ઢોરવાડામાં રાખેલ ગાયોનું નિયમિત રીતે હેલ્થ ચેકઅપ કરવા તથા નિયમિત પીવાનું પાણી અને ઘાસચારો મળી રહે તેની ચકાસણી કરવા સૂચન કર્યું હતું. તેમજ આગામી ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને બે-ત્રણ જગ્યાએ છાયડો મળે તે રીતે ટેમ્પરરી શેડ ઉભા કરવા સૂચનો કર્યા હતાં.

આ ઉપરાંત બેડી વિસ્તારમાં આવેલ સેલ્ટર હોમની મુલાકાત લઇ તેમાં આશ્ર્ચય લઇ રહેલા લોકો સાથે સંવાદ કરી સેલ્ટર હોમમાં અપાતી સગવડો તથા સ્વચ્છતા જાળવવા સૂચન કર્યું હતું. તેમજ આઉટ શોર્સિંગ એજન્સીને પણ સેલ્ટર હોમની અંદર તથા બહાર નિયમિત રીતે સફાઇ જાળવવા અને આશ્ર્ચય લઇ રહેલા લોકોને મુશ્કેલી ન પડે તે રીતે મોડેલ સેલ્ટર હોમ બનાવવા સૂચના આપી હતી. ત્યારબાદ બેડી વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતની વિર સાવલકર આવાસ યોજનાની મુલાકાત લીધી હતી. જેમાં ગાર્ડન એરિયામાં કાળી માટીનું લેયર કરીને તેમજ વૃક્ષોને સમાંતર કરબીંગ કરીને વ્યવસ્થિત જાળવણી કરવા એજન્સીને સૂચના આપી હતી. તથા આ આવાસ યોજના લોકાર્પણ તથા ઇડબલ્યુએસ-2 544 આવાસોનો કોમ્પ્યુટરરાઇઝડ ડ્રો ટૂંકસમયમાં કરી શકાય તે રીતનું આયોજન કરવા નાયબ ઇજનેર, સ્લમ શાખાને સૂચના આપી હતી.

- Advertisement -

કમિશનર વિજયકુમાર ખરાડીની આ મુલાકાત દરમિયાન નાયબ કમિશનર ભાવેશભાઇ જાની, કાર્યપાલક ઇજનેર મુકેશભાઇ વરણવા, સ્લમ શાખાના નાયબ ઇજનેર અશોક જોશી, સ્લમ શાખાના લગત સાઇટ એન્જિ. પીએમસી તથા એજન્સીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular