Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાના દરિયાકિનારાના 100 ગામમાં સાયરન લગાવવામાં આવશે - VIDEO

જામનગર જિલ્લાના દરિયાકિનારાના 100 ગામમાં સાયરન લગાવવામાં આવશે – VIDEO

ઓપરેશન સિંદુરની સફળતા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતી સર્જાઈ છે. તેમજ થોડા દિવસો પહેલા બ્લેકઆઉટ કરવાની પણ ફરજ પડી હતી. અનેક પરીબળોને ધ્યાને લઈને જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 100 ગામમાં ઈમરજન્સી સાયરન લગાવવામાં આવશે. પ્રાથમિકતા મુજબ દરીયા કાંઠાના ગામમાં પ્રથમ સાયરન લગાવવામાં આવશે.

- Advertisement -

જામનગર ભૌગોલિક રીતે પાકિસ્તાનથી નજીક આવેલુ છે. તેમજ વાયુસેના, નૌસેના અને આર્મીના મથકો આવેલા છે. દરીયા માર્ગથી પાકિસ્તાન નજીક હોવાથી સુરક્ષાની દ્રષ્ટીએ સંવેદનશીલ માનવામાં આવે છે. પાકિસ્તાન સાથે યુધ્ધ કે તેના દ્વારા કોઈ હુમલો કરવામાં આવે છે. તેવી સ્થિતિમાં નાગરીકોને સાવચેત કરવા માટે સાયરન ઉપયોગી બની શકે છે. ભવિષ્યમાં આવી સ્થિતી થાય તો લોકોને સાવચેત કરવા માટે સાયરન જરૂરી છે. તે માટે જીલ્લા વહીવટીતંત્ર દ્વારા 100 ગામમાં સાયરન નાખવાનુ શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં દરીયા કાંઠાના ગામને પ્રાથમિકતા આપીને ત્યાં આવા સાયરનો લગાવવામાં આવશે. શહેરમાં કુલ 11 નવા સાયરનો નાખવામાં આવ્યા છે. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રકારના સાયરનોનાખવામાંઆવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular