Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા દિલ્હીમાં સાક્ષીની હત્યાને વખોડી મૌન રેલી

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા દિલ્હીમાં સાક્ષીની હત્યાને વખોડી મૌન રેલી

દિલ્હીમાં વિધર્મી દ્વારા લવ જેહાદના ષડયંત્રમાં ફસાવી સાક્ષીની દુષ્કર્મ હાજરી હત્યા કરી દેવાના બનાવના પડઘા જામનગરમાં પણ પડ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા જામનગરના એમ્યુઝમેન્ટ પાર્કથી મૌન રેલી કાઢવામાં આવી હતી. જે શહેરના સત્યમ કોલોની રોડ, રોજી પેટ્રોલ પંપ, જનતા ફાટક, કામદાર કોલોની, ખંભાળિયા હાઇવે પર ખોડીયાર કોલોની થઈ પરત મેહુલનગર રોડ પરથી એમ્યુઝમેન્ટ પાર્ક નજીક આવેલી ચોકડી ખાતે સંપન્ન થઈ હતી. મૌન રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારાપરા, ઉપાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પિલ્લે, મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, સહમંત્રી હેમતસિંહ જાડેજા, જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, ધર્મચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા ઉપરાંત બજરંગ દળના સંયોજક હિરેન ગઢા, સુરક્ષા સંયોજક ઝીલ બારાઈ, હેમાંશુ ગોસ્વામી સહિતના અગ્રણી કાર્યકરોએ ઉપસ્થિત રહી મૌન રેલીમાં મોબાઇલની ટોર્ચ અને મીણબત્તી સાથે આ ઘટનાને વખોડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને હત્યારાઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માગણી પણ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular