જામનગર તાલુકાના બેડ ગામમાંથી દિવ્યાંગ યુવતી મળી આવતા સીક્ક પોલીસે યુવતીની પૂછપરછ કરતા રાજકોટમાં રહેતી હોવાનું જણાવતા પોલીસે યુવતીને તેના વાલીઓને સોંપી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના બેડ ગામમાંથી એક દિવ્યાંગ યુવતી મળી આવતા પીએસઆઈ આર.એચ. બાર, એએસઆઈ આર. આર. કરંગીયા, હે કો સી.ડી. ગાંભવા, પો.કો. મહેશભાઈ અઘેરા, બાબુભાઈ ઝાલા સહિતના સ્ટાફે યુવતીને લઇ આવી તેની પુછપરછ કરી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર વાલીની શોધખોળ હાથ ધરતા યુવતીનું નામ વર્ષાબેન વિઠ્ઠલભાઈ અમેથીયા (રહે.150 ફુટ રીંગરોડ, રાજકોટ)માં રહેતી હોવાનું જણાતા અને આ યુવતી ગુમ થયાની રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ પણ કરાવાઇ હતી. જેના આધારે સીક્કાપોલીસે યુવતીને તેણીના વાલીને સોંપી આપતા પરિવારજનોએ સીક્કા પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.