Wednesday, June 19, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો દ્વારા બિમાર ગાયને ઢસડીને લઇ જતાં મોત - VIDEO

જામ્યુકો દ્વારા બિમાર ગાયને ઢસડીને લઇ જતાં મોત – VIDEO

દયાહિન મહાનગરપાલિકાના કર્મચારીઓ બિમાર પશુને દોરડાનો ગળાફાંસો નાખી ટ્રેકટરમાં લઇ જાય છે

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા જી.જી. હોસ્પિટલ પાસેથી ભરવામાં આવતી ગાયોમાં બિમાર અને ઇજાગ્રસ્ત ગાયને બળજબરીથી ભરતા દોરડુ પાછું આવતા ઘટના સ્થળે ગાયનું મૃત્યુ નિપજ્યું હતું. પરંતુ દયાહિન આ મહાનગરપાલિકાના કર્મચારી કે અધિકારીઓ બિમાર ગાય ભરી રવાના થઈ ગયા હતા.

- Advertisement -

જામનગરના ગૌરક્ષકો તેમજ સ્થાનિક આંખે દેખનારાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને ગાડીનો પીછો પણ કર્યો હતો, પરંતુ ખીચો-ખીચ જેએમસીની ભરેલી ગાડી ફુલ ઝડપે રવાના થઈ ગઈ હતી. હાલમાં ગાયોને પકડવાની ઝુંબેશ ચાલી રહી છે. પરંતુ બિમાર અને અશક્ત ગાયોને પણ આ મુકતા નથી. ત્યારે ભૂતકાળમાં કમિશનર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બીમારીઓને કે ઇજાગ્રસ્ત ગાયોને પકડવામાં નહીં આવે. તેવા હુકમનો ઉલાળીયો કરી જેએમસીના કર્મચારીઓ મનફાવે તેમ વર્તી રહી છે. ગૌભક્તોમાં આક્રોશ જોતા આવતા સમયમાં નવાજૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. અનેક ધાર્મિક સંસ્થાઓ પણ આવી ઘટનાથી નારાજ હોય તેવું દેખાઈ રહ્યું છે.

- Advertisement -

જામનગરમાં આવા બનાવો અનેક વખત બનતા હોય ત્યારે કમિશનર આ વિષયને ગંભીરતાથી લઇએ તેવી હિન્દુ સેના પૂર્ણકાલીન કિશન નંદાની રજૂઆત કરે છે. જો આવા બનાવો વારંવાર બનતા રહેશે તો ગૌરક્ષકો અને ગૌભક્તોમાં આક્રોશ વધશે અને કાયદો હાથમાં લેવાની ફરજ પડશે.

જામનગર લાલબંગલા પાસે રખડતી ગાયને ઢસડીને તેમજ ગળામાં ફાંસો આવી જતા ગાય મૃત્યુ પામી અને મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ગાયને ઉપાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ટ્રેકટર જી.જી. હોસ્પિટલ તરફ જતા જામનગર ગૌભક્તો પહોંચી ગયા હતા. ગાયના પેટમાં બચ્ચું હોય ડબલ હત્યાનો ગુનો બને છે. જવાબદાર અધિકારી તેમજ ગાય પકડનાર સામે ગુનો નોંધવા ગૌભક્તોની માંગ જેએમસીના અધિકારીઓ તેમજ ગાયો પકડનાર કર્મચારીઓ ભાગી છૂટયા હતાં. જેના ઉપર કાર્યવાહી કરવા સૂચવાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular