Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરછોટીકાશીમાં શિવાલયોમાં શ્રાવણી સોમવાર નિમિત્તે શ્રૃંગાર દર્શન

છોટીકાશીમાં શિવાલયોમાં શ્રાવણી સોમવાર નિમિત્તે શ્રૃંગાર દર્શન

- Advertisement -

પરમ પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે છોટીકાશીના શિવાલયોમાં આયોજિત શૃંગાર દર્શનોનો લાભ લેવા મહાદેવના ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. ગઇકાલે શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી જ શિવભક્તોએ શિવજીના ચરણોમાં શિર ઝુકાવવા દોટ મૂકી હતી. શહેરના અનેક શિવ મંદિરોમાં શ્રાવણી સોમવાર નિમિત્તે વિવિધ શ્રૃંગાર દર્શન, મહાપૂજા, રૂદ્રાભિષેક સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.

- Advertisement -

છોટીકાશી તરીકે પ્રસિધ્ધ એવા જામનગરમાં ગઇકાલે શ્રાવણ માસના બીજા સોમવારે કુબેરભંડારી મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ, ગૌરીશંકર મહાદેવ, રામેશ્વર મહાદેવ, બેડેશ્વર મહાદેવ, સિધ્ધનાથ મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ સહિતના અનેક નાના-મોટા શિવમંદિરોમાં ફૂલોના શ્રૃંગાર, કૈલાશ દર્શન, અન્નકોટ દર્શન સહિતના આકર્ષક શ્રૃંગાર તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સુપ્રસિધ્ધ અને પૌરારિક શિવાલયોમાં વિવિધ શ્રૃંગાર દર્શન તેમજ શિવપૂજનનો લ્હાવો લેવા છોટીકાશીના ધર્મપ્રેમીઓ ઉમટી પડયા હતાં અને કતારમાં ઉભા રહ્યાં બાદ પણ શિવજીના દર્શનોનો આનંદ માણ્યો હતો. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા નજીક આવેલા દ્વાદશ જ્યોર્તિલિંગ નાગેશ્વર મહાદેવ મંદિરે પણ પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે નયનરમ્ય પુષ્પશ્રૃંગાર દર્શન યોજાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular