ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ત્યારે અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉજ્જવળ થયા અને વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી તરફ આગેકૂચ કરી રહ્યાં છે. ત્યારે વાત કરીએ જામનગરની તો જામનગરમાં છેલ્લા 76 વર્ષથી વૈદિક વિચારધારાને અનુરુપ સંસ્કારો સાથે શિક્ષણ આપતી આર્યસમાજ સંચાલિત શ્રીમદ્ દયાનંદ ક્ધયા વિદ્યાલય ખંભાળિયા નાકા બહાર-જામનગરનું એચએસસીનું ઉજ્જવળ પરિણામ આવ્યું છે.
આ વર્ષે બોર્ડનું પરિણામ 73.27 ટકા આવ્યું છે. જ્યારે જામનગર જિલ્લાનું પરિણામ 80.28 ટકા આવ્યું છે. જેમાં શ્રીમદ્ દયાનંદ ક્ધયા વિદ્યાલયનું પરિણામ 84.46 ટકા આવ્યું છે. શાળાની 10 વિદ્યાર્થીની એ-2 ગ્રેડ મેળવેલ છે. જ્યારે શાળાની 17 વિદ્યાર્થીનીઓ બી-1 ગ્રેડ મેળવ્યો છે. આ સાથે સ્કૂલ ફર્સ્ટ સાક્ષી સંઘાણીએ 99.06 પીઆર મેળવ્યા છે. જ્યારે સ્કૂલ સેક્ધડ ખુશાલી જાદવએ 98.99 પીઆર મેળવ્યા છે અને થર્ડ નંબર મેળવનાર કિંજલ ખાણધરે 98.76 પીઆર મેળવ્યા છે.
આમ શાળાની વિદ્યાર્થીનીઓએ જામનગરમાં શાળાનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીનીઓ પોતાની આ સફળતાનો શ્રેય પોતાના માતા-પિતા તેમજ શાળાના શિક્ષકો અને સ્કૂલ મેનેજમેન્ટને આપે છે. તેઓનું કહેવું છે કે, સ્કૂલમાં તેમને જરુરી દરેક માર્ગદર્શન શિક્ષકો દ્વારા પુુરું પાડવામાં આવતું હતું. આ ઉપરાંત શાળામાં વિકલી તેમજ મંથલી ટેસ્ટ લેવામાં આવતી હતી અને તેમાં જ્યાં પણ ક્ધફ્યૂઝન હોય તે શિક્ષકો દ્વારા સોલ્વ કરાવવામાં આવતું હતું.
શાળાના શિક્ષકનું કહેવુ છે કે, શાળામાં નિયમિતિં રીતે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન ઉપરાંત એક્સ્ટ્રા કલાસ માટે બોલાવીને જરૂરી માર્ગદર્શન તેમજ વાંચન કરાવવામાં આવતું હતું. શાળાની વિદ્યાર્થીનીઓની અથાગ મહેનત, શિક્ષકોના માર્ગદર્શન તેજ શાળાના આચાર્ય પ્રફુલ્લાબેન રૂપડીયા, પ્રમુખ દિપકભાઇ ઠક્કર, માનદ્મંત્રી મહેશભાઇ રામાણી તેમજ તેમની ટીમના સાથ સહકાર દ્વારા શ્રીમદ્ દયાનંદ ક્ધયા વિદ્યાલયનું ઉજ્જવળ પરિણામ આવ્યું છે.