Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપ.પૂ.રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ

પ.પૂ.રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ

ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા આયોજન : તા.1 થી 8 મે સુધી પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભાગવત્ સપ્તાહ : કિર્તિદાન ગઢવી, કિંજલ દવે, દેવાયત ખવડ, નિધીબેન ધોળકિયા, સાંઇરામ દવે, માયાભાઇ આહિર સહિતના સુપ્રસિધ્ધ કલાકારોના કાર્યક્રમો યોજાશે

- Advertisement -

છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)ના પરિવાર દ્વારા આગામી તા. 1 થી 8 મે સુધી જામનગરના આંગણે પ.પૂ.ભાઇ રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.અંદાજીત 6 લાખ ફૂટ જેટલી વિશાળ જગ્યામાં 50 હજાર જેટલા લોકોની વ્યવસ્થા સાથે પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે. આ અંગે ગઇકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં કથાના યજમાન અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)એ સમગ્ર આયોજન અંગે વિગતો આપી હતી. આ તકે મેયર બિનાબેન કોઠારી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડયા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, કોર્પોરેટર નિલેશભાઇ કગથરા, હર્ષાબા પ્રવિણસિંહ જાડેજા, શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ પ્રજ્ઞાબા સોઢા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, દિલીપસિંહ ચુડાસમા, પ્રવિણસિંહ જાડેજા, ગૌતમભાઇ ઘેડીયા, બિલ્ડર નિલેશભાઈ ભુતિયા, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, અજયભાઈ શેઠ, હઠીસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

છોટીકાશીનું બીરૂદ ધરાવતા જામનગરમાં ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા)ના પરિવાર દ્વારા પ.પુ.માતૃશ્રી મનહરબા મેરૂભા જાડેજાના આશિર્વાદથી શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવનું આયોજન કર્યું છે. કથાનો પ્રારંભ વિક્રમ સંવત 2078 વૈશાખ સુદ એકમ તા.1/5/2022ને રવિવારે થશે. કથા શ્રવણનો સમય સવારે 9 થી બપોરે 1 કલાક સુધી રહેશે. આ કથા માટે થઈને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમમાં આયોજન કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે જામનગર શહેર અને જીલ્લામાં એક દાયકા બાદ વ્યાસપીઠ ઉપરથી ભાગવતાચાર્ય પં.પું.ભાઈ રમેશભાઈ ઓઝાને રૂબરૂ સાંભળવાનો એક લ્હાવો મળનાર છે સાથે-સાથે જામનગર ખાતે યોજનાર આ ભાગવત કથા એ જામનગર શહેર અને જીલ્લા માટે ધર્મની હેલ્લી બની ગઈ છે. જામનગર શહેર અને જીલ્લામાં આ ભાગવત કથા દ્વારા ધર્મનો ઉત્સવ સમાન હોય ત્યારે કથા શ્રવણ કરવા માટે પુરતી વ્યવસ્થા એટલે કે શ્રોતાઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે માઈક્રોપ્લાનીંગ કરવામાં આવ્યું છે. સાથે-સાથે મહાપ્રસાદમાં પણ મુશ્કેલી ન પડે તે માટે સ્વયં સેવકોની જવાબદારી અલાયદી ઉભી કરવામાં આવી છે. આમ જોઈએ તો દેશ વિદેશમાંથી છોટીકાશીનું બીરૂદ ધરાવતા આ જામનગરની પાવન ધરતી ઉપર આ ભાગવત કથાના સ્થળે અનેક સંતો મહંતો આ કથા દરમ્યાન ખાસ ઉપસ્થિત રહી આશિર્વાદ આપશે. જેથી આ ભાગવત કથાના યજમાન ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) દ્વારા આ કથા લોકોને અર્પણ કરાઈ છે. ત્યારે જામનગર શહેર અને જીલ્લા તેમજ દેવભુમિ દારકા જીલ્લામાં આ કથાને લઈને ધર્મની હેલ્લી ઉઠી છે. શ્રીમદ ભાગવત કથા સપ્તાહના વ્યાસપીઠ ઉપર કથાના વકતા સિધ્ધ ઋષિતુલ્ય પં.પુ.ભાઈ શ્રી રમશેભાઈ ઓઝા વ્યાસષાસન ઉપર બીરાજી પોતાની ઓઝસ્વી અને તેજસ્વી સુમધુર રસમયી વાણીમાં ભાગવત પીયુષમાન કરાવશે. પરમાત્મામાં પ્રિતી કરાવનારી, હદયમાં ભકિતનો પ્રભાવ વધારનારી, પાપસમુહનો નાશ કરનારી, તન,મનને શ્રી કૃષ્ણરસમાં નિમજન કરાવનારી, પવિત્ર ભાગવત કથાનો પ્રારંભ પોથી યાત્રાથી થશે તા.1/5/2022ના રોજ મનહરવિલા નિવાસ સ્થાનથી પોથીયાત્રા પ્રદર્શન ગ્રાઉન્ડ કથા સ્થળ સુધી જશે સાથે હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા થશે અને તા.પના ભગવાનશ્રી કૃષ્ણનો જન્મોત્સવ તા. 6/5/2022ના રોજ ગો.-વર્ધન પુજા કરાશે જયારે રુક્ષ્મણી વિવાહ તા.7/5/2022ના રોજ અને કથાનો વિરામ 8/5/2022ને રવિવારના રોજ થશે આ કથા સાથે–સાથે લોકડાયરાનું પણ આયોજન કરાયું છે. જેમાં તા.1/5/2022ના રોજ રાત્રે 9 કલાકે કલાકાર તરીકે લોક્સાહિત્યકાર દેવાયતભાઈ સિ ખવાડ, લાંકગયાયિકા અલ્પાબેન પટેલ, તા.2/5/2022ના રોજ રાત્રે 9 કલાકે લોકસાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી, લોકગાયિકા લલીતાબેન ઘોડેદરા, તા.3/5/2022ના રોજ રાત્રે 9 કલાકે હાસ્ય કલાકાર સાંઈરામભાઈ દવે, લોક્સાહિત્યકાર બ્રિજદાનભાઈ ગઢવી, તા.4/5/2022ના રોજ રાત્રે 9 કલાકે લોક્સાહિત્યકાર લાખણસીભાઈ ગઢવી અને અનુભા ગઢવી, તા.5/5/2022ના રોજ રાત્રે એ કલાકે ખાસ બહેનો માટે દાંડીયારાસમાં સુપ્રસિધ્ધ લોકગાયક કિર્તિદાન ગઢવી, ગરબા ક્વિન કિંજલબેન દવે અને લોકગાયીકા નિશાબેન બારોટ રહેશે. તા. 6/5/2022ના રોજ રાત્રે 9 કલાકે શ્રીનાથજીની ભકિત સંગીતમાં લોકગાયીકા નિધીબેન ધોળકીયાના સંગાથે યોજાશે. તા.7/પ/2022ના રોજ રાત્રે 9 કલાકે લોક્સાહિત્યકાર કેર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરના લોકડાયરાનું આયોજન કથા મંડપ સ્થળે વિશાળ ડોમમાં હોય તેમ કથાના યજમાન ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા)એ જણાવ્યું હતું. આ કથા દરમ્યાન દરરોજ બપોરે મહાપ્રસાદનું આયાજન બપોરે 1 કલાકે કરવામાં આવ્યું છે. આ કથાને માટે ખાસ વિશાળ ડ્રોમ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ઉભો કરવામાં આવેલ છે. જયાં ભાઈઓ અને બહેનો તેમજ સીનીયર સીટીઝન માટે બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલ છે. આ કથા દરમ્યાન મેડીકલ સારવાર માટે મેડીકલ ટીમને પણ રાખવામાં આવેલ છે. ભાગ્યલક્ષ્મી એજયકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને ધારાસભ્ય ધર્મન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા)એ જણાવ્યું હતું કે ભગવાન દ્વારકાધિશની અસીમ કૃપાથી અને માં આશાપુરાના આશિર્વાદ સાથે આ ભાગવત કથા મહોત્સવનું આયોજન કરેલ હોય તો આ કથામાં રસપાન કરવા જામનગર સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતની ધર્મપ્રેમી જનતાને આમંત્રીત કરૂ છું. આ કથા દરમ્યાન અનેક સંતો મહંતો સહિતના મહાનુભાવો આ કથામાં ઉપસ્થિત રહેશે. કથા શ્રવણ બાદ મહાપ્રસાદ માટે વિદ્યોતેજ મંડળના મેદાનમાં અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવ્યું છે. આ સમગ્ર કથા દરમ્યાન તેમજ મહાપ્રસાદના આયોજન માટે 2000 થી વધુ સ્વયંસેવક ભાઈઓ-બહેનો સેવા આપશે. ભાગવતજીના દર્શન કરવા અને પ.પુ.ભાઈ રમેશભાઈ ઓઝાની વાણીનું રસપાન કરવા ધર્મ પ્રેમીઓને અનરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular