જામનગરમાં શ્રાવણ માસ દરમિયાન કાશિ વિશ્ર્વનાથ મહાદેવને દરરોજ વિવિધ શ્રૃંગારથી સજવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન સમગ્ર મંદિર પરિસરને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું છે. ત્યારે પૂજારી પરિવાર દ્વારા આજે રાંધણ છઠ્ઠના દિવસે કાશી વિશ્ર્વનાથ મહાદેવને બટુક ભૈરવ, હનુમાનજી, કાળભૈરવના સ્વરૂપનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. મહાદેવને કરવામાં આવેલા આ આકર્ષક શ્રૃંગારના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતાં.