Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયદ્વારકા શારદાપીઠના પીઠાધિશ્વર બ્રહ્મલીન શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતિને આજે અપાશે સમાધિ

દ્વારકા શારદાપીઠના પીઠાધિશ્વર બ્રહ્મલીન શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતિને આજે અપાશે સમાધિ

મધ્યપ્રદેશના પરમહંસી ગંગા આશ્રમમાં ગઇકાલે લીધા અંતિમ શ્વાસ : દ્વારકામાં આજે સાંજે સ્વામીજીને અપાશે શ્રધ્ધાંજલિ

- Advertisement -

જ્યોર્તિમઠ બદ્રીનાથ અને શારદાપીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું 99 વર્ષની આયુએ નિધન થયું છે. તેમને મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમમાં ગઈકાલે રવિવારે બપોરે સાડા ત્રણ વાગ્યે અંતિમ શ્ર્વાસ લીધા હતા. સ્વામી શંકરાચાર્ય લાંબા સમયથી બિમાર હતા. સ્વામી શંકરાચાર્ય આઝાદીની લડાઈમાં જેલ પણ ગયા હતા. તો તેમને રામ મંદિર નિર્માણ માટે લાંબી કાયદાકીય લડાઈ પણ લડી હતી. શંકરાચાર્યના શિષ્ય બ્રહ્મ વિદ્યાનંદે જણાવ્યું કે સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીને આજે સોમવારે સાંજે 5 વાગ્યે પરમહંસી ગંગા આશ્રમમાં સમાધિ આપવામાં આવશે.

- Advertisement -

દ્વારકા શારદાપીઠમાં આજે સાંજે પાંચ કલાકે બ્રહ્રલીન સ્વરૂપાનંદ સરસ્વતીજીની શ્રધ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રીજના દિવસ જન્મદિવસ મનાવ્યો હતો. જગદગુરુ શંકરાચાર્ય શ્રીસ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજી બે મઠ (દ્વારકા અને જ્યોર્તિમઠ) ના શંકરાચાર્ય છે. સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીનો જન્મ સિવની જિલ્લાના જબલપુરની પાસે દિઘોરી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના માતા પિતાએ તેમનું નામ પોથીરામ ઉપાધ્યાય રાખ્યું હતું. માત્ર નવ વર્ષની ઉંમરે તેમને ઘર છોડીને ધર્મ યાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન તેઓ ઉત્તરપ્રદેશના કાશી પહોંચ્યા અને જ્યાં તેમને બ્રહ્મલીન શ્રીસ્વામી કરપાત્રી મહારાજ પાસેથી વેદ વેદાંગ, શાસ્ત્રોનું શિક્ષણ લીધું. વર્ષ 1942 ના સમયગાળામાં તેઓ માત્ર 19 વર્ષના હતા ત્યારે ક્રાંતિકારી સાધુ તરીકે પ્રસિદ્ધ થયા હતા, કેમકે તે સમયે દેશમાં અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થવાની લડાઈ ચાલી રહી હતી. શંકરાચાર્યજીના 99 મા જન્મદિવસની ઉજવણી હરિયાળી તીજના દિવસે કરવામાં આવી હતી. 1950 માં દંડ દીક્ષા લીધી સ્વામી સ્વરૂપાનંદે નવ વર્ષની ઉંમરે પોતાનું ઘર છોડી દીધું હતું.

જે પછી તેઓ કાશી પહોંચ્યા, ભારતના દરેક પ્રસિદ્ધ તીર્થસ્થાનો, સ્થળો અને સંતોની મુલાકાત લીધી. સ્વામી સ્વરૂપાનંદજીને 1950 માં દાંડી સન્યાસી બનાવવામાં આવ્યા હતા. જ્યોતિમઠ પીઠના બ્રહ્માલિન શંકરાચાર્યએ સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી દંડ સન્યાસની દીક્ષા લીધી અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી તરીકે ઓળખાયા. તેમને 1981 માં શંકરાચાર્યની પદવી મળી હતી. 19 વર્ષની વયે સ્વતંત્રતા સેનાની બન્યા 1942 માં જ્યારે ભારત છોડો આંદોલનની જાહેરાત કરવામાં આવી ત્યારે સ્વામી સ્વરૂપાનંદ પણ આ આંદોલનમાં જોડાયા હતા. 19 વર્ષની ઉંમરે તેઓ ક્રાંતિકારી સાધુ તરીકે પ્રખ્યાત થયા. તેઓ વારાણસીમાં 9 મહિના અને મધ્યપ્રદેશની જેલમાં 6 મહિના સુધી કેદ રહ્યા હતા.

- Advertisement -

રામમંદિરના નામે ઓફિસ બનાવવાનો આરોપ મૂક્યો હતો શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીએ રામ જન્મભૂમિ ન્યાસના નામે વિહિપ અને ભાજપ પર નિશાન સાધ્યા હતા. તેમને કહ્યું હતું અયોધ્યામાં મંદિરના નામે ભાજપ વિહિપ પોતાની ઓફિસ બનાવવા માગે છે, જે અમને મંજૂર નથી. હિન્દુઓમાં શંકરાચાર્ય જ સર્વોચ્ચ હોય છે. હિન્દુઓની સુપ્રીમ કોર્ટ અમે જ છીએ. મંદિરનું એક ધાર્મિક રૂપ હોવું જોઈએ, પરંતુ આ લોકો તેને રાજકીય સ્વરૂપ આપવા માગે છે, જે અમને લોકોને માન્ય નથી.

સ્વરૂપાનંદજી બ્રહ્રમલીન થતાં તેમના શિષ્ય નારાયણનંદ બ્રહ્મચારી, અખિલ ભારતીય સાધુ સમાજના મંત્રી સ્વામી કેશવાનંદજી, રાજયસભાના સંદસ્ય પરિમલ નથવાણી, પબુભા માણેક, ગુગળી પ0પ જ્ઞાતિના પ્રમુખ અશ્ર્વિનભાઇ પુરોહિત, શારદાપીઠ વિદ્યાસભાની તમામ શૈક્ષણિક સંસ્થાઓના વડા, દ્વારકાધિશ મંદિરના પૂજારી પરિવાર, લક્ષ્મીજી મંદિરના પૂજારી પરિવાર તથા સર્વે પત્રકાર પરિવારોએ દુ:ખની લાગણી વ્યકત કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular