Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરખંભાળિયા નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ખંભાળિયા નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

- Advertisement -

ગુજરાત રાજયનાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યકિતલક્ષી રજુઆતોનો ઉકેલ તથા સેવાઓ રહેઠાણનાં નજીકનાં સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થાય તે હેતુથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે તાલુકા અને નગરપાલિકા કક્ષાએ ”આઠમા તબકકા”નો સેવાસેતુ કાર્યક્રમની શ્રુંખલા હેઠળ ખંભાળિયા નગરપાલિકા દ્વારા ટાઉનહોલ ખાતે શનિવારે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ સેવાસેતુ કાર્યક્રમમાં સરકારના વિવિધ તેર જેટલા વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા. જેમાં જુદા જુદા વિભાગોને લગત નગરપાલિકાનાં તમામ સાત વોર્ડના રહીશો કુલ 155 અરજીઓ આવી હતી. જેમાંની તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર દ્વારા સરકારના સેવાસેતુ કાર્યક્રમમાં અપાતી વિવિધ યોજનાઓ વિષે વિગતવાર સમજુતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય, શાસકપક્ષના નેતા દિલીપભાઈ ઘઘડા, નગરપાલિકાના સદસ્ય રેખાબેન ખેતીયા, અરજણભાઈ ગાગીયા તેમજ ભીખુભા જેઠવા, શંકરભાઈ ઠાકર, અશોકભાઈ કાનાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular