Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરબે જૂગાર દરોડામાં ત્રણ મહિલા સહિત 17 શખ્સો ઝડપાયા

બે જૂગાર દરોડામાં ત્રણ મહિલા સહિત 17 શખ્સો ઝડપાયા

- Advertisement -

જામનગર તાલુકાના મોરકંડા ગામી વાડી વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન રણવીર દીલીપ ગોહિલ, દિનેશ વાલજી નકુમ, જયેશ અરજણ નકુમ, જીજ્ઞેશ જેશા પ્રાગળા, સંજય મનજી નકુમ, દિપક વશરામ મુંગરા, ભાવેશ ચના પ્રાગળા, હિતેશ ભાણજી નકુમ, અરજણ પરસોતમ નકુમ સહિતના નવ શખ્સોને રૂા.42,500 ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર શહેરમાં દિ.પ્લોટ 54 માં જૂગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ત્રણ મહિલા સહિત વિશાલ નરેન્દ્ર શેઠીયા, મુલચંદ મોતીલાલ દામા, જયેશ ઉર્ફે જયુ રામચન્દ્ર, જગદીશ જેઠાલાલ દામા, અશોક વિરૂમલ નથવાણી સહિતના આઠ શખ્સોને રૂા.12600 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular