Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરના શંકર ટેકરીમાં તીનપતીનો જુગાર રમતા સાત ખેલંદાઓ ઝડપાયા

જામનગરના શંકર ટેકરીમાં તીનપતીનો જુગાર રમતા સાત ખેલંદાઓ ઝડપાયા

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં રામનગરના ઢાળિયા પાસે જાહેરમાં ગંજીપનાથી જુગાર રમતાં સ્થળે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રણજિતસિંહ ઉર્ફે અપ્પો વિક્રમસિંહ જાડેજા, વિજય ખીમજીભાઇ કટારમલ, વિમલ તેજપાલ દામા, ઘનશ્યામસિંહ જીતુભા પરમાર, ક્રિપાલસિંહ જુવાનસિંહ જાડેજા, પરેશ ઉર્ફે પરિયો અરવિંદ ધોકિયા, પૃથ્વીરાજસિંહ મહોબતસિંહ કયોર નામના સાત શખ્સોને રૂા. 16,200ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

બીજો બનાવ જોડિયા તાલુકાના કેશિયા ગામના પાટિયા પાસે બાવળની ઝાડીઓમાં તીનપત્તીનો જુગાર રમાતા સ્થળે જોડિયા પોલીસે રેઇડ દરમ્યાન મંગા ઉર્ફે હકો મહેશ ઝાપડા, રવિગિરિ બીજગીરી ગોસાઇ, વિજય ખેંગારભાઇ પરમાર નામના ત્રણ શખ્સોને રૂા. 11,620ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા.

ત્રીજો બનાવ ધ્રોલ ગામમાં ખાટકીવાસ નજીક જાહેરમાં વર્લી મટકાના આંકડાનો જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે એલસીબી પીઆઇ વી. એમ. લગારિયા તથા ટીમે રેઇડ દરમયાન મહેમુદ ઉર્ફે મનુ દાઉદ મરછીયા અને ભગીરથસિંહ જાડેજા નામના બે શખ્સને રૂા. 6480ની રોકડ રકમ અને એક હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા. 7480ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

ચોથો દરોડો ધ્રોલ તાલુકાના ખારવા ગામના વોંકળાની બાજુમાં જુગાર રમતા જયેશ ખીમજી ચાવડા, દેવજી માલજી ચાવડા નામના બે શખ્સોને સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન તીનપત્તીનો જુગાર રમતાં રૂા. 2080ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular