જામનગર શહેરના દિ.પ્લોટ વિસ્તારમાં જાહેરમાં ચલણી નોટો ઉપર એકી બેકીનો જૂગાર રમતા બે શખ્સોને રૂા.12,380 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતાં. જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિ રમતા પાંચ શખ્સોને પોલીસે રૂા.10,580 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના દિ.પ્લોટ 58 માં જાહેરમાં ચલણી નોટો ઉપર એકી બેકીનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પીએસઆઈ આર.કે. ગોસાઈ તથા સ્ટાફે રેઇડ દરમિયાન હરેશ પરશોતમ ખાનીયા અને ભીખુ ઉર્ફે ેભીખો ટીડી અમૃતલાલ માવ સહિતના બે શખ્સોને રૂા.12380 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરના ગુલાબનગર કાદરી ચોકમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ઈરફાન અનવર જીવરાણી, અબ્દુલ યુસુફ ખફી, અફઝલ હુશેન જેમલાણી, આબીદ અજીજ સુરાણી, ફિરોઝ દાઉદ ગંધાર સહિતના પાંચ શખ્સોને રૂા.10,580 ની રોકડ રકમ અને ગંજીપના સાથે પોલીસે ઝડપી લીધા હતાં.