કલ્યાણપુરથી આશરે 20 કિલોમીટર દૂર ગોરાણા ગામના વાડી વિસ્તારમાં રહેતા કેશુ સૂકા ગોરાણીયા નામના 40 વર્ષના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાની વાડીના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી અને પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને ગંજીપતા વડે રમાતા જુગારના અખાડા પર સ્થાનિક પોલીસે રાત્રિના સમયે જુગાર દરોડો પાડ્યો હતો.
આ દરોડામાં પોલીસે કેશુ સૂકા ગોરાણીયા, રણજીત રામદે ગોરાણીયા, માલદે દુલા મોઢવાડિયા, દેવા નવઘણ કારાવદરા, કાના હરદાસ ઓડેદરા, લખમણ ભીખા ગોરાણીયા અને કરસન ઉર્ફે કાનો વિરમ કારાવદરા નામના સાત શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 51,700 રોકડા તથા રૂપિયા 25,000 ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા 50 હજારની કિંમતના બે મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,26,700 નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ હેઠળ ધોરણ સર કાર્યવાહી કરી હતી.