ભાણવડ તાલુકાના નવાગામ વિસ્તારમાં તાજેતરમાં લમ્પી વાયરસના કારણે સેંકડોની સંખ્યામાં ગૌવંશના મૃતદેહ રઝડતા હોવાના અહેવાલો બાદ ગઈકાલે ભાણવડમાં લમ્પી રોગચાળાના કારણે વધુ સાત ગાયના મોત નીપજ્યા હતા. મૃત્યુ પામેલી આ ગાયોના મૃતદેહનો નિકાલ કરવાનો ગંભીર પ્રશ્ર્ન ઉપસ્થિત થયો હતો.
ભાણવડ પંથક આઈશોલેશન વોર્ડ તથા પશુપાલકો સહિતના સ્થળોએ મળી, કુલ સાત ગાય ગઈકાલે લમ્પી રોગના કારણે મૃત્યુ પામી હતી. લમ્પીગ્રસ્ત અવસાન પામેલી ગાયોને જો તાકીદે દાટવામાં ના આવે તો આ રોગચાળો વધુ ફેલાય છે. આ બાબતે ભાણવડ આવેલા સાંસદ પૂનમબેન માડમને જાણ થતા તેમણે પ્રાંત અધિકારી પાર્થ કોટડીયાને ફોન મારફતે આ બાબતે સૂચના આપતા તંત્ર દોડતું થયું હતું. પરંતુ ભાણવડ નગરપાલિકા મૃતદેહ દાટવા માટેની જગ્યા ન હોવા સાથે ભાણવડનું જેસીબી મશીન બગડી ગયું હોવાથી મૃતદેહના નિકાલની વ્યવસ્થા થઈ શકી ન હતી.
આ રોગના કારણે મૃત્યુ બાદ ગાયના પેટમાં ગેસ ભરાતા શરીર ફૂલીને ફાટી જતું હોય આવી એક ગાયના મૃતદેહને એનિમલ
ખંભાળિયામાં પણ અગાઉ આવા પશુઓના વ્યાપક મોત થતા દાટવાની જગ્યા ન હતી. જેથી મુશ્કેલી ઊભી થઈ હતી. પાલિકા વિસ્તારોમાં હવે પશુઓના દાટવા માટે તાકીદે જગ્યાની ફાળવણી થાય તેવી માંગ પણ ઉઠવા પામી છે.
સામાન્ય રીતે ચોક્કસ જ્ઞાતિના લોકો ગાયોના મૃતદેહને 400-500 રૂપિયામાં ઉપાડીને ચામડું કાઢી, નિકાલ કરતા હોય છે. તેમને ચામડાના પૈસા આવતા હોય, લમ્પીગ્રસ્ત ગાયનું ચામડું તેમને કામ ના આવતા પૈસા તૂટતા આ લોકો વધુ પૈસા ન મળે તો કામ કરતા નથી. અગાઉ ખંભાળિયામાં પણ દિવસો સુધી જે.સી.બી.થી પશુઓના મૃતદેહો ઉપાડવા વ્યવસ્થા કરવામાં આવી હતી. તેવી પરિસ્થિતિ હાલ ભાણવડમાં પણ થઈ છે. હાલ દ્વારકા જિલ્લામાં માત્ર ભાણવડ પંથકમાં જ પશુઓમાં લમ્પીરોગ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા જો તાકીદે જરૂરી પગલાં લેવામાં નહીં આવે તો આ રોગચાળો વ્યાપક બનશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.