ગુજરાત સરકાર દ્વારા રાજ્યના જિલ્લા કક્ષાએ સેવાસેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.4 અને 6 ના લોકો માટે આજે સવારે 11 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ટાઉનહોલમાં સેવાસેતુનું આયોજન કરાયું હતું. આ સેવાસેતુમાં મેયર બિનાબેન કોઠારી, ડે. મ્યુનિસીપલ કમિશનર એ.કે.વસ્તાણી તથા અધિકારી નિકુંજ શુકલ અને કોર્પોરેટર સરોજબેન વિરાણી, કિશન માડમ, રચના નંદાણિયા ઉપસ્થિત રહ્યાં હતાં. આ સેવાસેતુ અંતર્ગત આવકના દાખલા, જાતિના દાખલા, નોન ક્રિમીનલ સર્ટી., ડોમીસાઈલ સર્ટી., વિધવા પેન્શન, વૃધ્ધ પેન્શન, નિરાધાર પેન્શન, અપંગ અંગે સર્ટી., રાશનકાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વાલી દિકરીના ફોર્મ, એકલવાઈ દિકરા-દીકરીની યોજના, બેન્ક એકાઉન્ટ, લગ્ન સર્ટીફિકેટ એક જ સ્થળેથી મેળવી શકાશે.