ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સંચાલિત સીનીયર વુમન્સ રણજી ટ્રોફી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ તા. 31 ઓકટોબરથી નાગપુર ખાતે રમાનાર છે. આ વન-ડે ક્રિકેટ ટુનાર્મેન્ટમાં જામનગર ડિસ્ટ્રીક્ટ ટીમની 7(સાત) સીનીયર વુમન્સ સૌરાષ્ટ્રની ટીમમાં પસંદગી થઇ છે. મહિલા ક્રિકેટ ટીમમાં પ્રથમ વખત જામનગરની એક સાથે 7(સાત) સીનીયર વુમન્સ ક્રિકેટર ને સ્થાન મળ્યું છે. જેમાં કેપ્ટન તરીકે જામનગરની રિધ્ધિ રૂપારેલ પસંદગી થતાં જામનગર વાસીઓ માટે ગૌરવની વાત છે. આ દરેક વુમન્સ ખેલાડી જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશીએશનના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે કોચીંગ લઇ રહી છે.


