Thursday, May 30, 2024
Homeસ્પોર્ટ્સસેકન્ડ ટેસ્ટ : ભોજન પહેલાં વિરાટ શૂન્યમાં, પૂજારા સસ્તામાં આઉટ

સેકન્ડ ટેસ્ટ : ભોજન પહેલાં વિરાટ શૂન્યમાં, પૂજારા સસ્તામાં આઉટ

- Advertisement -

ભારતે ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ચેન્નઈ ખાતે 3 વિકેટે 106 રન કર્યા છે. રોહિત શર્મા 80 રને અને અજિંક્ય રહાણે 5 રને ક્રિઝ પર ઊભા છે. રોહિતે પોતાના ટેસ્ટ કરિયરની 12મી ફિફટી મારી છે. ઇંગ્લેન્ડ માટે જેક લીચ, ઓલી સ્ટોન અને મોઇન અલીએ 1-1 વિકેટ લીધી.

- Advertisement -

વિરાટ કોહલી શૂન્ય રને મોઇન અલીની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ઓફ-સ્ટમ્પની બહાર પિચ થયેલા બોલને ડ્રાઈવ કરવા જતાં બોલ બેટ અને પેડ વચ્ચેથી જતો રહ્યો.

ગિલ શૂન્ય રને આઉટ થયો તે પછી રોહિત અને ચેતેશ્વર પૂજારાએ બાજી સંભાળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 85 રન કર્યા હતા. પૂજારા 21 રને જેક લીચની બોલિંગમાં બેન સ્ટોક્સના હાથે કેચ આઉટ થયો હતો.
શુભમન ગિલ શૂન્ય રને ઓલી સ્ટોનની બોલિંગમાં કઇઠ થયો હતો. ભારતે શૂન્ય રને પ્રથમ વિકેટ ગુમાવી હતી, જોકે તે પછી રોહિત અને પૂજારાએ બાજી સંભાળી.

- Advertisement -

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરાયા છે. શાહબાઝ નદીમ અને વોશિંગ્ટન સુંદરને ટીમની બહાર કરાયા છે, જ્યારે જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. અક્ષર પટેલ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરી રહ્યો છે. અક્ષર ભારત વતી ટેસ્ટ રમનાર 302મો ખેલાડી છે. જ્યારે બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજ અને નદીમની જગ્યાએ કુલદીપ યાદવ રમી રહ્યો છે.

બુમરાહને આરામ આપવાના નિર્ણયથી પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર ખુશ નથી. તેમણે કહ્યું કે, બુમરાહ અત્યારે ભારતનો નંબર-1 ફાસ્ટ બોલર છે, જ્યારે અશ્વિન નંબર-1 સ્પિનર છે . આ શ્રેણીની મહત્ત્વપૂર્ણ ટેસ્ટ છે. તમારે જીતવાનું છે. તેવામાં બુમરાહને ન રમાડવાનો નિર્ણય સમજાતો નથી. જો વર્કલોડની વાત છે તો આ ટેસ્ટ પછી 7 દિવસનો બ્રેક છે અને તે ફિટ છે. તેવામાં તેણે આ ટેસ્ટ રમવાની જરૂર હતી.

- Advertisement -

ભારતની પ્લેઈંગ 11: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ.
ઇંગ્લેન્ડની પ્લેઈંગ 11: રોરી બર્ન્સ, ડોમિનિક સિબલે, ડેનિયલ લોરેન્સ, જો રૂટ (કપ્તાન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ (વિકેટકીપર), મોઇન અલી, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ, ઓલી સ્ટોન.

કોરોના વચ્ચે પહેલીવાર 50% ભારતીય ફેન્સને સ્ટેડિયમમાં પ્રવેશની મંજૂરી મળી છે. બધાની 17 ગેટથી એન્ટ્રી કરાશે. આ દરમિયાન બધાનો તાપમાન પણ ચેક કરાશે. તે સિવાય સ્ટેડિયમમાં મેડિકલ અને આઇસોલેશન રૂમ પણ બનાવામાં આવ્યા છે. હાલમાં જ ટિકેટ્સ વિન્ડો ખુલતાં ફેન્સની ભીડ ભેગી થઈ હતી. લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલી ગયા હતા. મેચની બધી ટિકિટ વેચાઈ ગઈ છે.

તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના સચિવ રામાસામીએ કહ્યું કે, દર બે વ્યક્તિ વચ્ચે એક સીટ ખાલી રખાશે. સોશિયલ ડિસ્ટન્સિંગ માટે સીસીટીવી કેમેરાથી નજર રખાશે. દર્શક સ્ટેડિયમમાં માત્ર મોબાઈલ જ લઈ જઈ શકશે. સ્ટેન્ડ્સમાં બોલ જશે તો અમ્પાયર તેને સેનિટાઇઝ કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular