Thursday, September 19, 2024
Homeરાષ્ટ્રીયચકચારી રિન્કુ શર્મા મર્ડર કેસ: હત્યાના કારણનો ત્રીજો ખુણો સામે આવ્યો !

ચકચારી રિન્કુ શર્મા મર્ડર કેસ: હત્યાના કારણનો ત્રીજો ખુણો સામે આવ્યો !

- Advertisement -

દિલ્હીના ચકચારી રિંકૂ શર્માની હત્યા મામલે હવે નવો વળાંક આવ્યો છે. એક ઢાબા માલિકે રિંકુની હત્યાને લઈને મહત્વનો ખુલાસો કર્યો છે. તેમના નિવેદનમાં કહ્યું કે, ઘટનાની રાત્રે ઢાબામાં કોઈ બર્થ ડે પાર્ટી પણ થઈ નહોતી અને ના કોઈ ઝગડો થયો છે. જયારે પોલીસે તેમના નિવેદનમાં બર્થ ડે પાર્ટીમાં થયેલા ઝગડાને હત્યાનું કારણ જણાવી રહી છે. આ નિવેદન બાદ દિલ્હી પોલીસની ભૂમિકા પર સવાલ ઉભા થઈ રહ્યા છે.

- Advertisement -

દિલ્હી પોલીસ પ્રવક્તા ચિન્મય બિસ્વાલે પણ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, વ્યાપારી દુશ્મનીના કારણે રિંકૂ શર્માની હત્યા કરવામાં આવી છે. તેની શરૂઆત બર્થ ડે પાર્ટીમાં થયેલી રિંકૂના ઝગડાથી થઈ હતી. રિંકૂ શર્મા પોતાના મિત્રની જન્મદિવસની પાર્ટીમાં ગયો હતો. જ્યાં તેનો ઝગડો થયો. જ્યારે તે ઘરે આવ્યો તો હુમલાખોરોએ તેના પર હુમલો કર્યો જેમાં તેનું મોત થયું.

જ્યારે પરિવારજનોનું કહેવું છે કે રિંકૂની હત્યા કરવામાં આવી હતી કારણ કે, તે બજરંગ દળ સાથે સંકળાયેલ હતો અને તે વિસ્તારમાં જય શ્રી રામનો નારો લગાવતો હતો. ગત વર્ષે 5 ઓગસ્ટના શ્રી રામ મંદિર નિર્માણના સ્મરણાર્થે આ વિસ્તારમાં શ્રી રામ રેલીનું આયોજન કર્યું હતું. તે સમયે કેટલાક લોકોએ રિંકૂને ધમકી પણ આપી હતી અને ત્યારથી જ રિંકૂને પરેશાન કરી રહ્યા હતા. આ ધાર્મિક દુશ્મનાવટને કારણે 30-40 લોકોએ લાકડીઓ, ડંડા અને છરી વડે રિંકૂના ઘરમાં ઘૂસીને તેની નિર્દયતાથી હત્યા કરી હતી. તેના છેલ્લા શબ્દોમાં પણ રિંકૂ જય શ્રી રામ બોલી રહ્યો હતો.

- Advertisement -

જોકે હવે ઢાબાના માલિકે કરેલા ખુલાસાથી આ કેસમાં નવો જ વળાંક આવ્યો છે. આમ પહેલા જય શ્રી રામના નારા લગાવવા, ત્યાર બાદ બર્થ ડે પાર્ટીના બબ્બે એંગલ સામે આવ્યા બાદ હવે ત્રીજો એંગલ પણ સામે આવી રહ્યો છે અને તે ધંધામાં હરિફાઈનો.

આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી છે. જ્યારે બાકીના આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે. પોલીસે આ હત્યા પાછળ કોઈપણ પ્રકારના ધાર્મિક એન્ગલને નકાર્યો છે. જો કે, રિંકૂના પરિજનો અને પાડોસી પોલીસના આ દાવાને ખોટો ગણાવી રહ્યા છે અને હત્યા પાછળ ધાર્મિક એન્ગલ હોવાની વાત કરી રહ્યાં છે. દિલ્હી પોલીસ સીસીટીવીના આધાર પર આરોપીઓને શોધી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular