Saturday, January 4, 2025
Homeરાજ્યજામનગરસમઢિયાળાના ડબલ મર્ડરમાં સીટની રચના

સમઢિયાળાના ડબલ મર્ડરમાં સીટની રચના

જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના અધ્યક્ષ સ્થાને સીટ દ્વારા તપાસ કરાશે : જામનગર કલેકટરને બહુજન સમાજ પાર્ટી દ્વારા હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર

- Advertisement -

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારના સમઢિયાળા ગામમાં થયેલા ડબ્બલ મર્ડર હત્યાકાંડમાં રેન્જ આઇજી દ્વારા નિષ્પક્ષ તપાસ માટે સીટની રચના કરવામાં આવી હતી. આ સીટમાં અધ્યક્ષ તરીકે જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની નિમણૂંક કરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા નજીક આવેલા સમઢિયાળા ગામમાં થયેલા ચકચારી ડબ્બલ મર્ડર બનાવમાં રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય તે માટે સીટ (સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરવામાં આવી છે. આ ઘટનામાં અનુસૂચિત જાતિના પરિવાર ઉપર જમીન મામલે 15થી વધુ લોકોએ હથિયારો ધારણ કરી ઘાતકી હુમલામાં બે વ્યક્તિઓના મોત નિપજતાં ડબ્બલ મર્ડરની ઘટના થઇ હતી. તેમજ અન્ય સભ્યોને ગંભીર ઇજાઓ થઇ હતી. બેવડી હત્યાના બનાવ સંદર્ભે સમગ્ર રાજ્યમાં અનુસૂચિત જાતિમાં ખૂબ જ રોષ ફેલાઇ ગયો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. આ સીટની અધ્યક્ષતા જામનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવી છે.

ઘટના સંદર્ભે જામનગર બહુજન સમાજ પાર્ટીના જામનગર જિલ્લા પ્રમુખ સુનિલ વાઘેલા તથા અન્ય કાર્યકર્તાઓ સાથે મુખ્યમંત્રીને પાઠવતું આવેદનપત્ર જામનગર કલેકટરને આપવામાં આવ્યું હતું અને સમાજના લોકોની હત્યા કરનારા હુમલાખોરો વિરુધ્ધ કડક કાર્યવાહી કરી તાત્કાલિક ધરપકડ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular