Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં. 18-19માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા...

જામનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં. 18-19માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો

વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધરે અને કન્યા કેળવણી માટે સરકાર સતત પ્રયત્નશિલ : ધર્મેન્દ્રસિંહ જાડેજા

- Advertisement -

રાજ્યભરમાં ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે જામનગરમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં જામનગર 78ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) દ્વારા બાળકોના શિક્ષણનું પ્રથમ પગથિયું આંગણવાડી અને પ્રાથમિક શિક્ષણમાં ધો. 1માં પ્રવેશ કરાવતા ધારાસભ્ય હકુભા જાડેજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર ઉચું લાવવા સરકાર પ્રયત્ન કરી રહી છે અને અભ્યાસ ક્રમ માટે શિષ્યવૃતિથી માંડીને વિદેશ જવા સુધીની યોજનાઓ અમલમાં મુકી છે જેના પિરણામે જ વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધરે અને કન્યા કેળવણી માટે સરકાર સતત પ્રયત્નશિલ છે.

- Advertisement -

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાનં.18 અને 19માં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં માં સરસ્વતીની પુજા અર્ચના સાથે કાર્યક્રમનો પ્રારંભ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા), શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરા, મહાનગરપાલિકા કમિશ્નર વિજયભાઈ ખરાડી, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન મનિષભાઈ કટારીયા, શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન પ્રજ્ઞાબા સોઢા, સભ્ય દિનેશભાઈ દેસાઈ, કોર્પોરેટરો હર્ષાબા પી. જાડેજા, શોભનાબેન પઠાણ, શારદાબેન વિઝુંડા, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, દાતા પિરવાર જોડાયા હતો.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્રારા કન્યા કેળવણી  મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં ધારાસભ્ય  ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા)એ વાલીઓએ અપીલ કરી હતી કે બાળકોનું 100% નામાંકન થાય તેવા સરકાર પ્રયાસ કરી રહી છે ત્યારે વાલીઓ, આગેવાનો, દાતાઓ અને શિક્ષકોના સહયારા પ્રયાસથી શાળાઓમાં ઉત્કૃષ પિરણામો મેળવ્યાં છે. વિશેષ ગુણવતા સરભર શિક્ષણ માટે શાળાઓમાં શિક્ષકો સારૂ શિક્ષણ આપી રહયાં છે. શાળાઓમાં સરકાર દ્વારા સ્કુલ એક્સેલન્ટ પોગ્રામ હેઠળ પસંદગી કરવામાં આવી રહી છે જેના લીધે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો પ્રવાહ વધી રહયો છે. સમગ્ર વર્ષ દરમ્યાન શાળાઓમાં વિવિધ પ્રકારે યોગદાન આપનાર દાતાઓનું મહાનુંભાવોના વરદ હસ્તે વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular