Sunday, December 22, 2024
Homeવિડિઓકૌભાંડ : ધ્રોલ નગરપાલિકા દ્વારા છ મહિના પહેલાં કામ કરાવ્યું, પછી ટેન્ડર...

કૌભાંડ : ધ્રોલ નગરપાલિકા દ્વારા છ મહિના પહેલાં કામ કરાવ્યું, પછી ટેન્ડર મંજૂર કરાયું

પ્રમુખ-ચીફ ઓફિસર અને ક્ધસલ્ટન્ટ દ્વારા આચરી ગેરરીતિ : વોર્ડ નં.3 ના કોર્પોરેટર અને વિપક્ષી નેતા દ્વારા પર્દાફાશ

- Advertisement -

ધ્રોલ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કલ્પેશ હડીયેલે નગરપાલિકામાં પ્રમુખ, ચીફ ઓફિસર અને ક્ધસલ્ટન્ટ દ્વારા લાખો રૂપિયાનું કોભાંડ આચર્યા હોવાના ધગધગતા અક્ષેપો કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વિરોધ પક્ષના નેતાએ પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયા સમક્ષ આધાર પુરાવા રજૂ કરીને ધ્રોલ નગરપાલિકામાં લાખો રૂપિયાના કોભાંડ આચર્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ઊંડી તાપસ નહીં થાય તો કોર્ટના દ્વારા ખટખટાવવાની ચીમકી ઉચ્ચારી છે.

- Advertisement -

વિરોધ પક્ષના નેતા કલ્પેશ હડીયેલે જણાવ્યું હતું કે, ધ્રોલ નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયામાં જુના અગાવ થયેલ કામને નવા કામ દર્શાવી ટેન્ડરમાં પ્રમુખ, ચીફ ઓફિસર, અને કન્સલ્ટન્ટ દ્વારા ગેરરીતી આચરી નવા કામમાં દર્શાવી અને રૂા. 5 લાખ 80 હાજરનું કોભાંડ આચરવામાં આવ્યું છે. જે હકીકતમાં કામ અગાવ થયેલ હોય તે નવા કામ દર્શાવી ટેન્ડર નંબર 499595 લઈ વર્ક ઓડર આપવા આવી રહ્યો છે. જે તદન ગેરકાયદેસર છે. તેમજ સામાન્ય સભા તા. 7 સપ્ટેમ્બર 21 ઠરાવ – 3 માં ગેરકાયદેાર ઠરાવ લખી અને રૂપિયા 15 લાખના કામને ઈ – ટેન્ડર કર્યા વગર કેશવ કન્સ્ટ્રકશનને ઓફ લાઈન પાસ કરી 37,75 % અપ કરી મોટી ગેરરીતી આચરી કૌભાંડ કરવા આવેલ છે. હકીકતમાં સામાન્ય સભા તા. 7 સપ્ટેમ્બર 21 ના રોજ એવો કોઈ ઠરાવ કરવા આવેલ નથી. અને જેના આધાર પુરાવા પણ હું રજુ કરૂ છુ.

- Advertisement -

નગરપાલિકામાં 5 લાખ ઉપરની રકમના કામનું ઈ – ટેન્ડર કરવું ફરજીયાત છે. પણ 37.75 ટકા અપ આપવા આ કામ એક જ કોન્ટ્રાક્ટરને આપવનું થતું હોવાથી તેના 7 નાના ભાગ કરી મોટા પાયે ગેરરીતી આચરી છે. કોય પણ બજેટ કે સામાન્ય રસભા હોય ત્યારે 7 દિવસ અગાવ સભ્યને સામાન્ય સભા કે બજેટના એજન્ડા કે કાર્યસૂચી બજેટ ધી ગુજરાત મુનીસીપાલીટીઝ કાયદાની કલમ ક.51/ ( 3 ) મુજબ ચોખ્ખા 7 દિવસ આપવા પડે પરંતુ પ્રમુખ દ્વારા 11 સભ્યને ફક્ત એક દિવસ અગાવ કાર્યસૂચી અને બજેટના મુદ્દા આપી સભાને વાંધો કે અભ્યાસ સમય ન રહે તેમ ગેરરીતી કરી સામાન્ય સભા બોલાવી બજેટ મંજુર કરવામાં આવ્યું છે. જે બાબત પ્રાદેશિક કમિશ્નરને પણ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સભા રદ્દ કરવામાં આવી ન હતી. ત્યારે આ બાબતે કોર્ટમાં જવાની પણ ફરજ પડી રહી છે.

સામાન્ય સભા તા. 7 સપ્ટેમ્બર 2021 મળેલ હતી. જેમાં ખર્ચ વિગત સભામાં દર્શાવેલ રૂા. 4.38 કરોડ ખર્ચ સામે સભ્યને ખર્ચ વિગત આપીયા વગર ખર્ચ મજુર કરવા આવ્યો છે. જે બાબત ચીફ ઓફિસર, પ્રાદેશિક કમિશનર, કલેકટરને રજૂઆત કરવા છતાં આ ખર્ચ મંજૂર કરવા અવ્યો હતો. પ્રાદેશિક કમિશ્નર કચેરીના આદેશ મુજબ ઈ – ટેન્ડર ખોલવા સમયે અથવા સામાન્ય સભા સમયે વિડીયો રેકોર્ડીંગ કરવું ફરજીયાત હોય પરંતુ આ ઠરાવ અને ટેન્ડરમાં કાયમ ધ્રોલ નગર પાલિકા ગેરરીતી કરવા આ આદેશ ભંગ કરે છે. અને કયારે પણ ઈ – ટેન્ડર ખોલવા સમયે અથવા સામાન્ય સભા સમયે વિડીયો રેકોર્ડીંગ કરવા આવતું નથી. ત્યારે આ બાબતે પ્રાદેશિક કમિશનર થયેલ કોભાંડ અને તપાસ કરાવી નિયમ મુજબ ફોજદારી પગલાં નહિ લેતો ગુજરાત હાઈ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની ચિમકી ઉપચરવામા આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular