જામનગરમાં ચૂંટાયેલા નગરસેવકો દ્વારા આપવામાં આવતા આવકના દાખલાઓનું વેચાણ થતું હોવાનું કૌભાંડ કોંગ્રેસના કોર્પોરેટરોએ ઝડપી લેતા ચકચાર જાગી છે.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં મહેસુલ સેવા સદન બહાર બે વ્યકિતઓ દ્વારા કોર્પોરેટરો દ્વારા અપાતા આવકના દાખલા વેચાતા અપાતા હોવાનું કૌભાંડ ઝડપાયું હતું. વોર્ડ નં.4ના કોંગ્રેસના કોપોરેટર રચના નંદાણીયા દ્વારા મહેસુલ સેવા સદન નજીકથી નગરસેવકોના ડુપ્લીકેટ આવકના દાખલા વેચતા બે શખસોને રંગે હાથ ઝડપી લીધા હતા. ખુદ કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયાના આવકનો દાખલો વિચારતો બે શખ્સોને ઝડપી લીધા હતા. રચનાબેન નંદાણીયા તેમજ વોર્ડ નં. રના કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા કોંગ્રેસ અગ્રણી આનંદ ગોહિલ દ્વારા આ કૌભાંડ ઝડપી લીધું હતું.