Monday, December 23, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં કરોડોની કિંમતની જમીન પચાવી પાડવા કૌભાંડ

ખંભાળિયામાં કરોડોની કિંમતની જમીન પચાવી પાડવા કૌભાંડ

- Advertisement -

ખંભાળિયા તાલુકાના મોજે હર્ષદપુર ગામના મૃતક ખેડૂતનું નામ ધારણ કરી બોગસ આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ અને કુલમુખત્યારનામાના આધારે સાત શખ્સોએ રૂા. 7 કરોડની ખેતીની જમીન પચાવી પાડયાના પ્રકરણમાં આરોપીની જામીન અરજી અદાલતે ફગાવી દીધી હતી.

- Advertisement -

ચકચારી પ્રકરણની વિગત મુજબ અમદાવાદમાં રહેતા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વતની રશ્મિનકુમાર જટાશંકર શુકલ નામના વૃધ્ધના કૌટુંબિક મામા કાંતિભાઇ પ્રભાશંકર જોશી કેન્યા ખાતે વસવાટ કરતાં અને તેમનું 1973ની સાલમાં મોત નિપજ્યું હતું. મૃતક કાંતિલાલની જમીન ખંભાળિયા તાલુકાના મોજે હર્ષદપુર ગામના રેવન્યુ સર્વે નં. 110 તથા 125 જેના ખાતા નં. 145થી હે.આરે.ચો.મી. 0-73-85 આવેલી પોણા પાંચ વિઘા રૂા. 7 કરોડની જમીન આવેલી છે. આ જમીનનો વહીવટ મૃતકનો ભાણેજ રશ્મિનકુમાર રાખતા હતાં અને આ જમીનના કુલ મુખત્યાર તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી હતી. આ જમીનનું જામનગર સ્ટેટ રાજાશાહી વખતનું લખાણ છે. કરોડોની કિંમતની જમીન પચાવી પાડવા માટે મુંબઇમાં રહેતા કાંતિલાલ પ્રભાશંકર ઉમિયાશંકર જોશીએ મૃતક કાંતિલાલ પ્રભાશંકર જોશીનું નામ ધારણ કરી ખોટા આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવ્યું હતું. તેમજ મુંબઇમાં બહેરામશા સહિર કપૂરના દ્વારા બોગસ કુલમુખત્યારનામુ બનાવી હુશેન લંજા અને મધુકાંત શાહને વેચાણથી દસ્તાવેજ કરી આપ્યો હતો તેમજ સદુભા નવુભા જાડેજાએ બોગસ દસ્તાવેજ કરી આપતાં રશ્મિનકુમાર દ્વારા ખંભાળિયા પ્રાંત અધિકારીને ફરિયાદ કરી હતી. જેની સામે હબીબ હાજી ખુરેશીનાએ કાંતિલાલ પ્રભાશંકર ઉમિયાશંકર જોશી પાસેથી જમીન ખરીદયાની સાતાખત કરી હોવાનો દાવો કર્યો હતો. જે પ્રાંત અધિકારીએ નામંજૂર કરી દીધો હતો.

આ દાવો નામંજૂર થતાં દેવભૂમિ દ્વારકામાં રિવિઝન અરજી આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી. તેમજ સદુભા નવુભા જાડેજા તથા મહેન્દ્રસિંહ જશુભા જેઠવાએ રશ્મિનકુમારને રિવિઝન અરજીમાં હોય, આધાર પુરાવા રજૂ ન કરવા ગાળાગાળી કરી પતાવી દેવાની ધમકી આપી હતી. આ પ્રકરણમાં મૃતક જમીન માલિકના ભાણેજ રશ્મિનકુમાર દ્વારા કરોડોની જમીન પૂર્વ આયોજિત કાવતરુ રચી પચાવી પાડવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular