Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં વોકીંગ કરતા યુવકનું ટ્રાન્સફોર્મરમાં વીજશોકથી મોત

જામનગર શહેરમાં વોકીંગ કરતા યુવકનું ટ્રાન્સફોર્મરમાં વીજશોકથી મોત

- Advertisement -

જામનગર શહેરના ગુલાબનગરમાં મેલડી માતાના મંદિર નજીક વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા યુવકને વીજશોક લાગતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ગુલાબનગર વિસ્તારમાં આવેલા મેલડી માતાના મંદિર પાસેથી આજે વહેલી સવારના સમયે પસાર થતા 24 વર્ષના એક યુવકને ટ્રાન્સફોર્મર નજીક વીજશોક લાગતા ઘટના સ્થળે જ યુવકનું મોત નિપજ્યું હતું. ટ્રાન્સફોર્મરમાં વીજશોકથી મોતની ઘટના બનતા લોકો એકઠા થઇ ગયા હતા અને ત્યાર બાદ જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી આશરે 24 વર્ષના યુવકના મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક તારણમાં ટ્રાન્સફોર્મરમાં વીજશોકથી યુવકનું મોત નિપજ્યું છે પરંતુ સાચી ઘટના પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ જ જાહેર થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular