Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરSAVE SOIL રેલીને કેડમસ-સત્યસાંઈ સ્કૂલના સીઈઓ એકતાબા સોઢા દ્વારા હરીઝંડી

SAVE SOIL રેલીને કેડમસ-સત્યસાંઈ સ્કૂલના સીઈઓ એકતાબા સોઢા દ્વારા હરીઝંડી

- Advertisement -

જામનગરના રાજવી પરિવારના જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા અપાયેલા આમંત્રણને માન આપીને સદગુરૂ જામનગર આવનાર છે. આ સદગુરૂના આગમન પૂર્વે ઈશા ફાઉન્ડેશન-જામનગરના વોલેન્ટીયર્સ દ્વારા SAVE SOIL રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે આ રેલીમાં ઈશા ફાઉન્ડેશનના વોલેન્ટીયર્સની સાથે આર.એસ.એસ., સિવિલ ડિફેન્સ, બીએનઆઇ અને કેડમસ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ સ્વેચ્છાપૂર્વક ભાગ લીધો હતો. આ રેલીના સમ્રાટસિંગ કે જેમણે 7000 કિ.મી.ની સાઈકલ દ્વારા સફર કરી SAVE SOIL નો પ્રચાર કરવાનો સંકલ્પ લીધો હતો તે પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ રેલીને કેડમસ અને સત્યસાંઈ સ્કૂલના સીઈઓ એકતાબા સોઢાએ રેલીને સંબોધિત કરી હરીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular