Thursday, December 26, 2024
Homeરાજ્યVideo : વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા શૌર્ય પ્રશિક્ષણ વર્ગ...

Video : વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા શૌર્ય પ્રશિક્ષણ વર્ગ યોજાયો

જામનગર જિલ્લાની 25 બહેનો સહિત સૌરાષ્ટ્રની 300 જેટલી દિકરીઓએ તાલિમ લીધી

- Advertisement -

વિશ્વ હિન્દુ પરિષદમાં હિન્દુ યુવતિઓનું સંગઠન દુર્ગાવાહિની જે દેશભરમાં બહેનોમાં હિન્દુ ધર્મ સમાજ, રાષ્ટ્ર, સંસ્કૃત્તિ ભાવના જગાડવાનું કાર્ય કરે છે. આ સંગઠન દ્વારા રાષ્ટ્રભક્તિ સાથે હિન્દુત્વ તેમજ સ્વાભિમાન તથા વર્તામન સ્થિતિમાં પોતાની તથા પરિવારની અને હિન્દુ સમાજની સેવા, સુરક્ષા, સહકારના ધ્યેય સાથે યુવતિઓમાં શારીરિક, માનસિક અને બૌધ્ધિક રીતે સક્ષમ બને એ માટે નિ:યુધ્ધ, દંડ, રાઇફલ, શુટિંગ, બાધા, યોગાસન, દેશી રમતો અને વ્યાયામ યોગ સાથે દેશની વર્તમાન પરિસ્થિતિ તેનો ઇતિહાસ, વૈભવ, હિન્દુ પરંપરા, રીત-રિવાજ, રહેણી-કહેણી વગેરેની જાણકારી કેન્દ્રીય, ક્ષેત્રિય અને પ્રાંતિય પદાધિકારીઓ દ્વારા આપવામાં આવે છે.

- Advertisement -

આ વર્ષે સૌરાષ્ટ્ર પ્રાંતનો પ્રશિક્ષણ વર્ગ રાજકોટ પાસે બી.જી. ગરૈયા આયુર્વેદ અને હોમિયોપેથીક કોલેજ, ભાવનગર રોડ, કાળેપાટ ખાતે યોજવામાં આવ્યો હતો. આ સાત દિવસીય વર્ગમાં જામનગર જિલ્લાની 25 દિકરીઓ સહિત જુદા જુદા જિલ્લામાંથી આશરે 300 જેટલા બહેનોએ પ્રશિક્ષણ મેળવ્યું હતું અને ત્યારબાદ આ લીધેલી તાલિમનું પ્રાત્યક્ષિક વર્ગના સમાપન સત્રમાં કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ સમાધાન સમારોહમાં આર્ય વિદ્યા મંદિર મુંજકા રાજકોટના સ્વામિની ધન્યાનંદ સરસ્વતિજીએ દિકરીઓને આશિર્વચન આપ્યા હતાં. જ્યારે દુર્ગાવાહિની ક્ષેત્ર સંયોજિકા ડો. યક્ષાબેન જોશીએ બહેનોને આદર્શ જીવન ઘડતર તેમજ પોતાના ધર્મ અને સંસ્કૃત્તિ પ્રત્યે જાગૃતતા લાવવા માટે ઉદ્બોધન આપ્યું હતું. આ સમારોહમાં મુખ્ય મહેમાન સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરતભાઇ મોદી, રાજકોટ મહાનગરના અધ્યક્ષ શાંતુભાઇ રુપારેલિયા, બી.જી. ગરૈયા આયુર્વેદ અને હોમિયોપેથિક કોલેજના મેનેજિંગ ડાયરેકટર વનરાજભાઇ ગરૈયા ઉપસ્થિત રહ્યા હતાં.
આ ઉપરાંત આ સમાપન સમારોહમાં જુદા જુદા જિલ્લાઓમાંથી જિલ્લા ટીમ તેમજ દિકરીઓના માતા-પિતા હાજર રહ્યાં હતાં. આ સમગ્ર સાત દિવસિય વર્ગને સફળ બનાવવા માટે વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી ભૂપતભાઇ ગોવાણી તેમજ દુર્ગાવાહિની સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજિકા ડો. નમ્રતાબેન રૈયાણીએ જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular