Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા સપ્તરંગી સેવાયજ્ઞ મહોત્સવ

Video : ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા સપ્તરંગી સેવાયજ્ઞ મહોત્સવ

અંદાજિત 1251 લોકોને સાધન સહાય અર્પણ : મતદાતાઓ સમય આવ્યે ઇન્ડિયાના વિપક્ષી સંગઠનને તેનું સ્થાન બતાવાશે-પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ

- Advertisement -

જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા ગઇકાલે રવિવારે સપ્તરંગી સેવાયજ્ઞ મહોત્વ અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓ જામનગરના લાભાર્થીઓને પૂરી પાડવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે સી.આર. પાટીલે વિરોધપક્ષો વિરુધ્ધ આકરા પ્રહારો કર્યા હતાં.

- Advertisement -

ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા ગઇકાલે જામનગર શહેરના ધનવંતરી ઓડિટોરીયમ ખાતે સપ્તરંગી સેવાયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અંદાજિત 1251 જેટલા લાભાર્થીઓને સુક્ધયા સમૃધ્ધિ યોજના, ગર્ભવતિ મહિલાઓને પોષણયુક્ત આહાર કિટ વિતરણ, અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના, દિવ્યાંગોને સાધન સહાય સહિતના વિવિધ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલે પોતાના વક્તવ્યમાં રિવાબા દ્વારા કરવામાં આવી રહેલા સેવાકાર્યોની સરાહના કરી હતી. આ ઉપરાંત તેમણે ભાજપા સામે સર્જાયેલા વિપક્ષી સંગઠન ઇન્ડિયા પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, મોદી હૈ તો મુમકીન હૈ. ઇન્ડિયાના નામે ફંડ ભેગુ કરવા વિપક્ષોનું સંગઠન થયું છે. સમય આવ્યે તેમને મતદાતાઓ તેમનું સ્થાન દેખાડી દેશે. ચંદ્રયાન-3 મિશન નિષ્ફળ થાય તે માટે વિપક્ષ પ્રાર્થના કરી રહ્યું છે. જ્યારે ચંદ્રયાન-3એ ભારતને ગૌરવ અપાવ્યું છે.

- Advertisement -

ધારાસભ્ય રિવાબા આયોજિત આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પૂનમબેન માડમ, મેયર બિનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા, સ્ટે. ચેરમેન મનિષ કટારીયા, ડે.મેયર તપનભાઇ પરમાર, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનિષભાઇ કનખરા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણિયા, મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા, ગોપાલભાઈ સોરઠીયા, પૂર્વ મંત્રી અને દિલ્હી યુનિવર્સિટીની બોર્ડ ઓફ ગવર્નન્સના ચેરપર્સન વસુબેન ત્રિવેદી, પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મનહરભાઈ ઝાલા, લાલજીભાઈ સોલંકી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વચેરમેન વસંત ગોરી, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, નિલેશભાઇ ઉદાણી, અશોકભાઈ નંદા, પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ, અગ્રણીઓ દિનેશભાઇ મારફતીયા, વિપુલભાઇ કોટક સહિતના મહાનુભાવો ઉપરાંત ભાજપના હોદ્ેદારો, કાર્યકરો, કોર્પોરેટરો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular