જામનગર 78-ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા પોતાની મહેનત અને ખંતથી લોકોના દિલ જીતી લીધા છે અને તેઓ હંમેશા સેવાયજ્ઞમાં માનનારા છે અને હરહંમેશ કોઇપણ સેવાકિય પ્રવૃત્તિ કરવા માટે તત્પર રહેતા તેઓએ સપ્તરંગી સેવા યજ્ઞ મહોત્સવનું આયોજન કરેલ છે.
સરકારની વિવિધ સંકલ્પિત યોજનાઓથી પ્રેરાઇને જામનગર શહેરના લાભાર્થીઓ માટે કંઇક કરી છૂટવાની ભાવનાથી તેમના જન્મદિવસ અનુસંધાને આવતીકાલે સવારે 10:30થી 1 ધનવંતરી ઓડિટોરીયમ હોલ અને ગ્રાઉન્ટ ખાતે સપ્તરંગી સેવા યજ્ઞ મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવમાં અંદાજે 1251 જેટલા લાભાર્થીઓને સાધન-સેવા સહાય પુરી પાડવાનો સંકલ્પ કરાયો છે. ત્યારે આ કાર્યક્રમમાં ખાસ અતિથિ વિશેષ તરીકે ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ ઉપસ્થિત રહેશે અને ખેલાડીઓ, ગર્ભવતી મહિલાઓ, દિકરીઓ, ગંગાસ્વરુપ માતાઓ, શ્રમિકો, દિવ્યાંગો વગેરેને લાભ અપાશે તેમજ વોર્ડ પ્રમુખ, મહામંત્રી, કોર્પોરેટરો અને કાર્યકરોને સન્માનિત કરવામાં આવશે.