પુનીતનગર વિસ્તારમાં પાણીમાં ફસાયેલા ફસાયેલા દંપતીનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાં ભારે વરસાદના પરિણામે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. શહેરના ગાંધીનગરમાં આવેલ પુનીતનગર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી જતા પોલીસદ્વારા કામગીરી કરવામાં આવી હતી. ત્યારે આ વિસ્તારમાં એક વૃદ્ધ દંપતી પાણીમાં ફસાયું હતું.
પોલીસ આ દંપતીને બચાવવા પહોચી ત્યારે વૃદ્ધાએ પાણીમાંથી બહાર નીકળવાનીના પાડી હતી. પોતાના પતિ કેન્સરગ્રસ્ત હોય અને પથારીવશ હોવાથી પહેલા તેના પતિને બચાવવાનું કહેતા પોલીસ દ્વારા વૃદ્ધનું રેસ્ક્યુ કરીને તેને મકાનના ઉપરના માળે સલામત પહોચાડવામાં આવ્યા હતા.